Fake Currency with Anupam Kher Picture: ગુજરાતના અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં નોટ પર ગાંધીજીના બદલે હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરની તસવીર જોવા મળી.અમદાવાદ પોલીસે આવી હજારો રૂપિયાની 500ની નોટો જપ્ત કરી છે, જેની કુલ રકમ 1 કરોડ 60 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
એટલું જ નહીં નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે 'રિઝોલ બેંક ઓફ ઈન્ડિયા' લખેલું છે. આ નકલી નોટોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે ખુદ અનુપમ ખેરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પ્રિન્ટેડ નોટનો ફોટો શેર કર્યો છે.
અનુપમ ખેર પણ સ્તબ્ધ થઈ ગયા
આ વાયરલ વીડિયો જોઈને બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે પોસ્ટમાં લખ્યું, "લો, વાત કરો! પાંચસો રૂપિયાની નોટ પર ગાંધીજીના ફોટાને બદલે મારો ફોટો? કંઈ પણ થઈ શકે છે!"
નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિસોલ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે, નોટના બંડલ પર જે સ્ટીકર લાગેલુ છે તેમાં પણ SBI નહિ પણ Start Bank of Indiaનું છેય . આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ છેતરપિંડીનું આયોજન લાંબુ છે.
નકલી નોટો આપીને ગુજરાતના વેપારી સાથે છેતરપિંડી
ખરેખર, ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર અનુસાર, બુલિયન વેપારી મેહુલ ઠક્કર પાસેથી નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. બુલિયન વેપારીએ જણાવ્યું કે તેમને 1 કરોડ 60 લાખ રૂપિયા રોકડમાં આપવાના હતા. એક વ્યક્તિએ તેની બેગ રોકડથી ભરી. જ્યારે બેગ ખોલવામાં આવી તો તેમાં મહાત્મા ગાંધીની જગ્યાએ અનુપમ ખેરની તસવીર સાથે નકલી નોટો મળી આવી હતી.
વેપારીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે અને હવે એ જાણવામાં આવી રહ્યું છે કે આ નોટો કેવી રીતે બની અને તેની પાછળનો સૂત્રધાર કોણ છે? નકલી નોટો ક્યાંથી છાપવામાં આવી રહી છે અને આવી કેટલી નકલી કરન્સી ફરતી થઈ છે તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવશે?
આ પણ વાંચો
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન