ગુજરાત રાજ્યામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે ફરીથી કોરોના બ્લાસ્ટ થયો છે. ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કોરોના કેસ સામે આવ્યા છે. નેશનલ લૉ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 15 વિદ્યાર્થીઓનો એક સાથે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓને તાવ આવ્યો હતો ત્યાર બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.
તાવના લક્ષણો બાદ કરાવ્યો ટેસ્ટઃ
તાવના લક્ષણો આવ્યા બાદ 15 વિદ્યાર્થીઓ પોતાના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. ત્યાર બાદ આ તમામ 15 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. અચાનક 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવતાં યુનિવર્સિટી પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. હાલ આ તમામ 15 વિદ્યાર્થીઓને હોમ ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે. હાલ રાજ્યભરમાં કોરોના સંક્રમણ ક્રમશઃ ઘટી રહ્યું છે ત્યારે આ રીતે 15 કોરોના રિપોર્ટ પોઝિટીવ એક સાથે આવતાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. હાલ આ તમામ 15 વિદ્યાર્થીઓને હોમ ક્વોરંટાઈન કરીને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
અમદાવાદઃ ગોતા વિસ્તારની મારબલ્સની દુકાનમાં મોટી દુર્ઘટના, ટાઈલ્સ માથે પડતાં બે મજૂરના મોત નિપજ્યાં
અમદાવાદ શહેરમાં દુર્ઘટનાઓ અને અકસ્માતના બનાવ અવાર-નવાર બનતા હોય છે. આજે ફરીથી એક દૂર્ઘટનામાં બે મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગોતા વિસ્તારમાં આવેલી એક મારબલ્સની દુકાનમાં ટાઈલ્સ ઉતારવાનું કામ ચાલતું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી.
ગોતામાં મોટી સંખ્યામાં મારબલ્સની દુકાનો આવેલી છે. આવી જ એક દુકાનમાં મજૂરો મોટી સાઈઝની ટાઈસ્લ ઉતારી રહ્યા હતા ત્યારે બેલેન્સ ખસી જતાં ટાઈલ્સ બે મજૂરો પર પડી હતી. અચાનક ભારેખમ ટાઈલ્સ મજૂર પર પડતાં બંને મજૂરના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. મજૂરોના મોત થતાં તેમના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરુ કરી છે.