ગાંધીનગરઃ સૌરાષ્ટ્રના 3 જિલ્લાના 3 તાલુકામાં અતિૃવષ્ટિના કારણે ખેતીને થયેલા નુકસાનને લઈ સર્વે કરાશે. રાજ્ય સરકારને મળેલી રજૂઆતના કારણે કૃષિ વિભાગે 3 તાલુકામાં સર્વેના આદેશ આપ્યા હતા. જે 3 તાલુકામાં સર્વે કરાશે તેમાં મોરબી જિલ્લાનો માળિયા તાલુકો,  ગીર સોમનાથ જિલ્લાનો ગીર સોમનાથ તાલુકો, અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અમૂક ગામોનો સમાવેશ થાય છે. અગાઉ કૃષિ વિભાગે અતિવૃષ્ટિને લઈ 9 જિલ્લામાં સર્વે કર્યો હતો. એવામાં વધુ 3 તાલુકામાં સર્વે કરવાનો નિર્ણય લેવાયો.


કૉંગ્રેસની કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ સવાલ કર્યો હતો કે કે અગાઉ 9 જિલ્લામાં સર્વે કર્યો તેનું વળતર ક્યારે ચૂકવાશે. એટલું જ નહીં, 18 તાલુકામાં હાલ 135 થી 270 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો 18 તાલુકામાં સર્વે ક્યારે કરાવાશે.


રાજ્યના ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાતને ૪૭,૦૦૦ મેટ્રિક ટન આયાતી યુરિયા ખાતરનું આખું વેસલ ફાળવવામાં આવ્યું હોવાની વાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના હેઠળ ગાંધી જયંતિ-બીજી ઓક્ટોબર-૨૦૨૨થી તમામ રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓ દ્વારા એક જ સમાન પ્રકારની બેગમાં ખાતરોનું વેચાણ શરુ કરાશે.


આગામી રવિ અને ઉનાળુ ઋતુ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ૧૨.૫૦ લાખ મે.ટન યુરિયા, ૨.૫૦ લાખ મે.ટન ડીએપી, ૨.૮૫ લાખ મે. ટન એનપીકે , ૦.૬૦ લાખ મે. ટન એમઓપી અને ૧.૫૦ લાખ મે. ટન એસએસપીનો જથ્થો મંજૂર કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં યુરિયા ખાતરનો ૨.૫૦ લાખ મેટ્રિક ટન કરતાં વધુ જથ્થા સહિત અન્ય ખાતરો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોવાની વાત મંત્રીએ કરી છે.


૮૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર


કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં સારા વરસાદના પરિણામે ૮૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે અને હજુ આગામી સમયમાં વધુ ૫ લાખ હેક્ટરમાં દિવેલા-ઘાસચારાના પાકોનું વાવેતર થનાર છે. ખરીફ પાકોમાં યુરિયાની જરૂરિયાતને ધ્યાને લઈ તેમજ રાજ્યના ખેડૂતોને સમયસર -પૂરતું ખાતર મળી રહે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને કરાયેલી રજૂઆતના ફળ સ્વરૂપે ઇફકો કંપની દ્વારા આયાતી યુરિયા ખાતરનું ૪૭,૦૦૦ મેટ્રિક્ ટનનું આખે આખું વેસલ ગુજરાતના ખેડૂતોના હિતમાં ફાળવી આપવામાં આવ્યું છે. જેના પગલે આગામી સમયમાં પૂરતી માત્રામાં યુરિયા ખાતર રાજ્યમાં ઉપલબ્ધ થશે. હાલ રાજ્યમાં યુરિયા ખાતરનો ૨.૫૦ લાખ મેટ્રિક ટન કરતાં વધુ જથ્થા સહિત અન્ય ખાતરો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. 


 


Weight Loss Juice: ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે વજન ઉતારતા આ ડ્રિન્કની જાણી લો રેસિપી


PM Modi Food Expenses: પીએમ મોદીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે, RTIમાં થયો મોટો ખુલાસો


Audi Q3 Premium Compact SUV: ઓડીએ ભારતમાં લોન્ચ કરી Q3 પ્રીમિયમ કોમ્પેક્ટ SUV, પ્રથમ 500 ગ્રાહકોને મળશે આ ખાસ સુવિધા


Saree Pics: ફિલ્મફેર એવોર્ડમાં વ્હાઇટ બૉલ્ડ સાડી પહેરીને પહોંચી ટીવીની આ હસીના, તસવીરો પર ફેન્સ ફિદા, જુઓ...