મોઢવાડિયાએ કહ્યું કે, સ્મશાન ગૃહમાં થયેલા અંતિમ સંસ્કાર અને કોરોના કાળમાં થયેલા મોતના આંકડામાં મોટું અંતર જોવા મળી રહ્યું છે. ચાર મહાનગરોમાં આંકડામાં તફાવત જોવા મળી રહ્યો છે. સાથે તેમણે કહ્યું હતું કે મારી સરકારને વિનંતી છે કે તે ભાજપના નેતાને સુપર સ્પ્રેડર બનતા રોકે. તેમણે કાર્યકરો અને જનતાને સંક્રમિત કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતાઓની મૂર્ખતાના કારણે આવી સ્થિતિ પેદા થઇ છે. સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય ખૂટી રહ્યો છે. એટલું જ નહી હોસ્પિટલમાં નર્સિગ સ્ટાફની અછત પણ છે.
નોંધનીય છે કે રાજ્યમાં દરરોજ કોરોનાના 1300થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 116345 પર પહોંચી ગયો છે.