ગાંધીનગરઃ આરોપીઓના ફરજિયાત કરવામાં આવતા કોરોના ટેસ્ટને બંધ કરવાની વિચારણા ચાલી રહી છે. રાજ્યના પોલીસ વિભાગ દ્ધારા આરોપીઓના કોરોના ટેસ્ટ બંધ કરવા વિચારણા ચાલી રહી છે. ડબલ્યૂએચઓએ કોરોના હવે મહામારી ન હોવાની જાહેરાત કરી હોવા છતાં રાજ્યમાં આરોપીઓની ધરપકડ પહેલા તેમના કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે કોરોના મહામારી દરમિયાન આરોપીઓની ધરપકડ પહેલા ટેસ્ટ કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો હતો.


આરોપીઓના કોરોના ટેસ્ટ બંધ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. WHOએ કોરોના હવે મહામારી નથી તેવું જાહેર કર્યા બાદ પણ પોલીસ આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવે છે. આગામી દિવસોમાં કોરોના ટેસ્ટ બંધ કરવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ અધિકારીઓની રિવ્યૂ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આગામી બે કે ત્રણ દિવસમાં ગૃહ વિભાગની રિવ્યૂ બેઠક મળશે.


 4500 કરોડ રુપિયાના ખર્ચે લોથલના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવાનું કાઉન્ટડાઉન શરુ


ભારતના પુરાતન બંદર લોથલના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનું નિર્માણ થઈ રહ્યું છે. અંદાજે રૂપિયા ૪૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા આ કોમ્પ્લેક્સમાં ભારત સરકાર અને ગુજરાતના સરકારના સહયોગથી થઈ રહેલી પ્રોજેક્ટ્ની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. 


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓ સર્વાનંદ સોનેવાલ, ડો.મનસુખ માંડવીયા, રાજ્યમંત્રી શ્રીપાદ નાઈક અને શાંતનુ ઠાકુર તથા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચીવો તથા ઈન્ડીયન નેવી સહિતના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યુ કે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટના નિર્માણને વધુ ગતિ આપવા તેમજ લોથલ સહિતના આસપાસના વિસ્તારોના આર્થિક,ઔદ્યોગિક વિકાસ,પ્રવાસન વિકાસ અને રોજગાર નિર્માણ માટે લોથલ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. 


 પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે ૩૭૫ એકર જમીન ફાળવેલી છે.રાજ્ય સરકારે કોમ્પ્લેક્ષ બહાર-એક્સ્ટર્નલ ઇન્ફ્રાટ્રકચરના વિકાસ માટે રૂપિયા ૧૪૭ કરોડ ફાળવ્યા છે.આ રકમમાંથી રોડ,વોટર સપ્લાય,ઇલેક્ટ્રીસિટી વગેરેના કામો પ્રગતિમાં છે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ અને ભારતની ભવ્ય સમુદ્ર વિરાસતને વિશ્વ સમક્ષ આધુનિક સ્વરુપે પ્રસ્તુત કરવાના આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ માટે ગુજરાત સરકારની મળી રહેલી મદદની પ્રશંસા કરી હતી.