cm vijay rupani resign:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અચાનક જ રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. ત્યારે તેમની રાજકિય કારકિદી પર એક નજર કરીએ...
7 ઓગસ્ટ 2016ના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 16માં ગુજરાતના મુંખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યાં હતા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા. આ સમયથી તેઓ ધીરે ધીરે રાજકારણમાં સક્રિય થયાં
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્માના રંગૂન મહાનગરમાં થયો હતો. તેમના પિતાનું નામ રમણિક લાલ અને માતાનું નામ માયાબેન છે. બર્માથી તેમના પિતા સહ પરિવાર રાજકોટ આવ્યાં અને રાજકોટમાં જ વસવાટ કર્યો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એલ.એલ.બી થયા. વિદ્યાર્થી જીવનમાં જ તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા હતા.
વિજય રૂપાણીનો રાજકીય સફર
- 1971માં તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બન્યાં.
- 1976માં કટોકટી સમયે તેઓ 11 માસ કારાવાસમાં રહ્યં
- 1978માં તેઓ રાષ્ટ્રીટ સ્વયં સેવક સંઘના પ્રચારક પણ બન્યાં
- 1987માં રાજકોટ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા
- વિજય રૂપાણી રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા
- તેઓ એ જળ નિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂકયાં છે
- 1995માં તેઓ રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા
- 1998 વર્ષે ભાજપ-પક્ષનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા.
- 2006 વર્ષે ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં.
- 2006 – 2012 તેઓ રાજ્યસભાનાં સદસ્ય બન્યાં.
- 2013માં તેઓ ગુજરાત મહાનગરપાલિકાના નાણા વિભાગના અધ્યક્ષ બન્યાં
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક જ તેમના પદેથી રાજીનામુ આપતાં હવે રાજ્યના મુખ્યમંત્રી કોણ હશે તે મુદ્દે અનેક નામો સામે આવી રહ્યો છે. હાલ નિતીન પટેલ, મનસુખ માંડવિયા,ગોરધન ઝડફિયા. સી.આર પાટિલ અને પરુષોતમ રૂપાલાનું નામ ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેનિય છે કે, અકિલાના તંત્રી અને સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકારે કરિટિ ગણાત્રા આ મુદ્દે એબીપી સમક્ષ વાત કરતા કહ્યું કે.મુખ્યમંત્રી પદનો નવો ચહેરો પાટીદારનો હશે.