ગાંધીનગરઃ ચૂંટણી બાદ પ્રદેશ ભાજપમાં જિલ્લા અને શહેર સંગઠનોમાં ફેરફારનો દોર યથાવત છે. એક સાથે ચાર જિલ્લા અને શહેરોના પ્રમુખો બદલાય તેવી સંભાવના છે. મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લા અને શહેરના પ્રમુખો બદલાય તેવી પુરી શક્યતા છે.
અલગ અલગ વ્યક્તિગત કારણો દર્શાવીને પ્રમુખોએ રાજીનામા આપ્યા છે. ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યા અને ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશ લંગારીયાએ પણ રાજીનામું આપ્યું છે. મહેસાણામાં જસુ પટેલ, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદ વનાડીયાએ પણ રાજીનામું આપ્યું છે.
રાજીવ પંડ્યાના પત્ની ધારાસભ્ય બન્યા હોવાના કારણે તેમણે રાજીનામુ આપ્યું છે. મહેસાણા જસુ પટેલનો પરિવાર અમદાવાદમાં હોવાના કારણે રાજીનામું આપ્યુ છે. મહેસાણા, બોટાદ અને ભાવનગરના નવા પ્રમુખોની 24 કલાકમાં જાહેરાત થાય તેવી સંભાવના છે. વિધાનસભાની ચૂંટણી બાદ ત્રણ જિલ્લાના ભાજપ પ્રમુખો બદલાઇ ચૂક્યા છે.
જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે, ગુજરાત પંચાયત પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી
ગાંધીનગર: જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે. ગુજરાત પંચાયત પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજશે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી જે બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરી છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પંચાયત સેવા મંડળની જવાબદારી સોંપવામાં આવી હતી. હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે 'પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા 09મી એપ્રિલે અને તલાટીની પરીક્ષા 23મી એપ્રિલના રોજ લેવા માંગે છે. પરીક્ષા કેન્દ્રોને લઈને જિલ્લાઓ પાસેથી વિગતો માંગવામાં આવી છે.' ત્યારે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
1181 જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જે બાદ આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ નવી પરીક્ષામા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે તેવું પણ બોર્ડે જણાવ્યું હતું. ત્યારે આજે પરીક્ષાની તારીખ જાહેર કરી છે.
જુનિયર ક્લાર્કનું પેપરલિક લીક થવા મુદ્દે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદીપ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત બહારની સંગઠિત ગેંગ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. આ મામલે 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગીના જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની પરીક્ષા હતી. સાડા નવ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા પરંતુ પેપર લીક થવાના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા હતા. આખી રાત મુસાફરી કરીને પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા અને ત્યારે જ સમાચાર આવ્યા કે પેપર લીક થયું છે. જેને લઈને તમામ ઉમેદવારોમાં એક રોષ જોવા મળ્યો હતો. એક પછી એક દર વર્ષે પેપર લીક થવાના કારણે વિદ્યાર્થીઓનો નિરાશા સાંપડે છે અનેક વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પણ આવ્યા પરંતુ પ્રશાસનની બેદરકારીના કારણે આ પરીક્ષા મોકૂફ રહી હતી