ગાંધીનગરઃ ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશની મમ્મીના મામલે બહુ મોટો ધડાકો થયો છે. શિવાંશની માતા મહેંદી છેલ્લા એક અઠવાડિયાથી ગાયબ છે. તેના કારણે હવે તેની હત્યા કરી દેવાઈ હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. તેના પરિવારનાં લોકો મહેંદી તરીકે સંબોધતાં હતાં.


મહેંદીના પરિવારજનો મહેંદી હોવાનું જણાવી  રહ્યા છે. તેના કારણે જે જીવિત છે કે નહીં તે અંગે પણ આશંકા ઉભી થઈ છે. પોલીસે આ વાતની ગંભીરતા સમજીને આ દિશામાં પણ તપાસ શરૂ કરી દીધી છે. સચિને મહેંદીની હત્યા કરીને બાળકને તરછોડી તો નથી દીધું ને એ સવાલ અત્યારે પૂછાઈ રહ્યો છે.


આ ઘટનામાં સચિન દિક્ષિત વડોદરા નોકરી કરતો હતો ત્યારે મહેંદીના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે શરીર સંબંધ બંધાયા હતા. મહેંદી ટેટુ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હોવાના પણ અહેવાલ છે. આ કારણે એક ઈવેન્ટ દરમિયાન સચિન સાથે તેનો પરિચય થયો હતો. બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા હતા ને બે વર્ષ સુધી રંગરેલિયાં મનાવ્યા પછી બંને વચ્ચેના  સબંધના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો.


પોલીસે સચિનની પૂછપરછમાં તેની પ્રેમિકા વિશે માહિતી મળી હતી. તેના આધારે ગાંધીનગર પોલીસ ટીમ વડોદરા પ્રેમિકાના ઘરે  પહોચી ગઈ છે. ગાંધીનગર પોલિસ દ્વારા આજે પ્રેમિકાની પણ પૂછપરછ કરાય અને તેને ગાંધીનગર લવાય તેવી શક્યતા છે. આજે સચિન દિક્ષીતનો ડીએનએ ટેસ્ટ પણ કરાશે એવો પોલીસનો દાવો છે. 


હાલમાં સચિન અને સચિનની પત્ની આરાધનાની પોલીસ પૂછપરછ કરી રહી છે. સચિનની પત્ની આરાધનાએ કહ્યું કે, આ બાળક અંગે મને કંઈ જ ખબર નથી અને હું સચિનની પ્રેમિકા અંગે કંઈ જાણતી નથી. મારી ગેરહાજરીમાં સચિને આ કારસ્તાન કર્યું છે અને 'હું કોટા હતી ત્યારે તેણે આ કૃત્ય કર્યું છે. તરછોડાયેલા માસુમ બાળક અને પતિના પ્રેમસબંધ બાબતે પોતે કશુ જાણતી ન હોવાનું અનુરાધા રટણ કરી રહી છે. પત્ની આરાધનાએ કહ્યું કે, પોતે ફેમિલી સાથે રાજસ્થાન કોટા ગઇ હતી અને પતિ સચીન ઘરે એકલો હતો તે દરમિયાન પ્રેમિકા થકી થયેલા બાળકને તરછોડી રાજસ્થાન ભાગ્યો હતો.