ગાંધીનગરઃરાજ્યમાં વીજ ગ્રાહકોને માથે વીજદરમાં યુનિટે 25 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમેટેડે એફપીપીપીએમાં કરેલો આ વધારો સોથી મોટો વધારો છે. કારણે એક કરોડ 40 લાખ વીજગ્રાહકોને માથે મહિને 245.8 કરોડનો વધારાનો બોજ આવશે. અંદાજીત માસિક બોજ બે હજાર 950 કરોડ થશે.


જીયુવીએનએલએ હેઠળની વીજ કંપનીઓ દર ત્રણ મહિને વીજદરમાં પોતાની રીતે 10 પૈસા વધારી શકે છે. ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ(એફપીપીપીએ)ની ફોર્મ્યુલા હેઠળ વીજદરમાં આ વધારો કરવામાં આવ્યો છે. અસાધારણ સંજોગો હેઠળ આ વધારો મંજૂર કરી દેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે ઇંધણ ખર્ચ અને ખાનગી કંપનીઓ પાસે વીજળીની ખરીદી કરવાના લીધેલા નિર્ણયની યોગ્યતાની ખરાઈ કર્યા વિના જ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.


આ વખતે 10 પૈસા ઉપરાંત વીજ ગ્રાહકો પાસેથી બાકી લેવાના નાણા પેટે યુનિટદીઠ બીજા 15 પેસાની વસૂલી કરવાની છૂટ આપવામાં આવી હતી. ગુજરાત વીજ નિયમન પંચે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2023ના ત્રિમાસિક ગળામાં એફપીપીપીએ યુનિટદીઠ 2.60ને બદલે 2.85 વસૂલવાની છૂટ આપી છે. જીયુવીએનએલએ 2022-23ના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના એફપીપીપીએની જાહેરાત પણ કરી નહોતા. ચૂંટણીની આચારસંહિતાને કારણે તેણે એફપીપીપીએના ત્રિમાસિક દરની જાહેરાત કરી નહોતી.


Helmet: ગુજરાતમાં હેલ્મેટના કાયદાનું કડક પાલન ન થતાં હાઈકોર્ટ લાલઘૂમ, ભૂપેન્દ્ર પટેલ સરકારને કરી આ ટકોર


Gujarat Helmet Rule: રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે નોંધ્યું કે, દ્વિચક્રી વાહન ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત હોવાનો કાયદો તો છે પરંતુ રાજ્ય સરકાર ત્યાં યોગ્ય અમલવારી નથી કરાવી રહી. આ મુદ્દાનું હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લેવાની જરૂરિયાત લાગી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ, બોટાદ જેવા શહેરોમાં લોકો બે રોકટોક હેલ્મેટ વગર ફરી રહ્યા હોવાનું ચીફ જસ્ટિસના ધ્યાને આવતા આ મુદ્દે કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ શકે છે એવી ચીફ જસ્ટિસે ટકોર પણ કરી,


કોર્ટના અવલોકનો બાદ abp asmita એ અમદાવાદમાં કરેલા રિયાલિટી ચેક માં હેલ્મેટ નહીં પહેરવા ના વિવિધ બહારના અને કારણો આપતા લોકો જોવા મળ્યા. ઘણા અમદાવાદીએ તો ત્યાં સુધી કહ્યું કે તેઓ વર્ષોથી ટુ વ્હીલર ચલાવે છે પણ હેલ્મેટ નો નિયમ છે તેની તેમને ખબર જ નથી!!! ટુ વ્હીલરનું લાયસન્સ લેતી વખતે લેવાતી પરીક્ષામાં હેલ્મેટ ફરજિયાત હોવાનું જણાવાય છે પરંતુ કાયદાનો ચડે ચોક ભંગ થતો હોવા છતાં સરકાર ઢીલાશ રાખતી હોવાની બાબત સામે આવી છે.


શું તમારું હેલ્મેટ ગંદુ થઈ ગયું છે ? આ ટિપ્સ અપનાવીને બનાવો નવા જેવું


ભારતમાં આજે દરેક ઘરમાં એક ટુ વ્હીલર ચોક્કસપણે છે. શાળા, કૉલેજથી લઈને ઑફિસ સુધી, લોકો તેમની સુરક્ષા માટે બાઇક અથવા સ્કૂટીનો ઉપયોગ કરે છે અને હેલ્મેટ પહેરે છે. દિલ્હી જેવા શહેરમાં પાછળ બેઠેલા લોકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આવી સ્થિતિમાં દરરોજ ધૂળ અને પ્રદૂષણમાંથી પસાર થવાથી તમારું હેલ્મેટ પણ ગંદુ થઈ જાય છે. હેલ્મેટની અંદર ગંદકી જમા થાય છે અને પરિણામે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને હેલ્મેટ સાફ કરવાની ખૂબ જ સરળ અને સરળ ટિપ્સ જણાવીશું, જે તમારા હેલ્મેટને નવા જેવું બનાવી દેશે