Banaskantha News: વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જિલ્લાના અલગ-અલગ સમાજના લોકો ઉપર પાસા કરવા માટે લખ્યો કલેક્ટરને લેટર લખ્યો છે. એક કે તેથી વધુ વખત દારૂના કેસ થયેલ છે તેવા ઈસમોને પાસા કરવા માટે પત્ર લખી 9 જેટલા ઈસમો સામે ગેનીબેને પાસા કરવા માટે રજુઆત કરી હતી.


ગેનીબેને શું લખ્યું છે પત્રમાં

9 જેટલા ઈસમો ઉપર ગુનાઓ નોંધાયા હોવા છતાં બનાસકાંઠા એસપી દ્વારા તેમને તડીપાર કે પાસા ન કરાયા હોવાના ગેનીબેનના આક્ષેપ છે. જો કોઈ કાર્યવાહી નહિ કરાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ગેનીબેને અલગ-અલગ સમાજોના વ્યક્તિઓ ઉપર પાસા કરવાનો પત્ર લખતા અનેક સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો છે. ધારાસભ્યને વિકાસના કામ માટે પત્ર લખવો જોઈએ, કોઈને પાસા કરવા માટે પત્ર લખવો એ ધારાસભ્યને શોભતું ન હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.




બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર દારૂબંધીને લઈને આક્રમક થતાં અનેક વખત જોવા મળ્યાં છે. તેમણે પોતાના વિસ્તારમાં જનતા રેડ કરીને દારૂના અડ્ડાઓ ઝડપ્યાં છે. જો કે તાજેતરમાં તેમનો સગો ભાઈ જ દારૂ પીધેલી હાલતમાં મળતાં પોલીસે તેની અટકાયત કરી ભાભર પોલીસ મથકે લાવી પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો હતો. LCBને ભાભરના અબાસણા ગામે જાહેરમાં દારૂ પીને એક વ્યક્તિ બકવાસ કરતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે અબાસણા ગામે LCBએ રેડ પાડી હતી, જેમાં રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ મળી આવતાં પોલીસે અટકાયત કરી ભાભર પોલીસ મથકે લાવી તેની વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ અંગે દિયોદર ડીવાયએસપીએ મીડિયાને જણાવ્યું હતું કે ભાભરના અબાસણા ગામમાં પ્રહલાદ ઠાકોર દારૂનો વેપલો કરતો હોવાની એલસીબીને બાતમી મળતાં રેડ કરી હતી. જોકે પ્રહલાદ ઠાકોર ઘરે હાજર નહોતો, તેના ઘરમાંથી દારૂની 4 બોટલ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે આ ઘરની બાજુમાં પતરાંવાળી દુકાનમાં ચેક કરતાં રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.  


વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે, બનાસકાંઠા એલ.સી.બી ઘણા સમયથી દારૂની લાઇનો ચલાવે છે. એમાં અમે નડતરરૂપ હોવાથી કોઇને કોઇ રીતે દબાવવાના પ્રયત્નો છે. પહેલાં અમારા આગેવાન ઉપર પાસાના કાગળો કર્યા એમાં પણ એમનો મનસુબો પાર ન પડ્યો. ભૂતકાળમાં અમે રેડો પાડી એમાં પણ અમારા પર કેસો દાખલ કરવામાં આવ્યા.જેમાં અમે કાયદાના સહારે ન્યાય મેળવ્યો હતો.   


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial