Gir Somnath : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મૂખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમનાથ પહોંચ્યા છે. દિલ્લીથી પોરબંદર ખાતે હવાઈ માર્ગે આવીને બાયરોડ વાહનોના કાફલા સાથે સોમનાથ ખાનગી હોટલે પહોંચ્યા, ક્યાં પ્રદેશ આપ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને સ્થાનીક આપ નેતા જગમાલ વાળાએ તેમજ આપ નેતાઓ, હોદેદારોએ એમનું સ્વાગત કર્યું. અરવિંદ કેજરીવાલ આજે સોમનાથ ખાતે રાત્રી રોકાણ કરશે આવતીકાલે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કરીને રાજકોટ માટે રવાના થશે. 


સોમનાથ મંદિરેથી મહાદેવના આશીર્વાદ લીધા બાદ અરવિંદ કેજરીવાલ સોમનાથથી રાજકોટ જવા રવાના થશે. અને બપોરે રાજકોટમાં જ ટ્રેડર્સ સાથેના ટાઉન હોલ કાર્યક્રમને સંબોધિત કરશે. 


લઠ્ઠાકાંડ મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર 
ગુજરાતમાં બોટાદ અને ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડ મુદ્દે હાહાકાર મચી ગયો છે, ત્યારે અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, “ગાંધી બાપુના ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં આવી ઘટના બનતી જોઈને દુઃખ થાય છે.ગેરકાયદેસર દારૂ વેચનારાઓને રાજકીય રક્ષણ મળે છે..? તેની તપાસ થવી જોઈએ”
 






ગુજરાતમાં કેજરીવાલે 300 યુનિટ ફ્રી વીજળીનું વચન આપ્યું છે 
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 300 યુનિટ ફ્રી વીજળીનું વચન આપ્યું છે. 22 જુલાઈએ સુરત ખાતેના પાર્ટીના એક કાર્યક્રમમાં આ જાહેરાત કરતા પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે અમે તમામ ઘરેલું ગ્રાહકોને 300 યુનિટ મફત વીજળી આપીશું. અમે તમામ શહેરો અને ગામડાઓમાં ચોવીસ કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કરીશું. આ સિવાય AAP નેતા કેજરીવાલે કહ્યું કે 31 ડિસેમ્બર, 2021 સુધીના તમામ પેન્ડિંગ વીજળી બિલ માફ કરવામાં આવશે.


દિલ્હીની જેમ પંજાબ સરકારે રાજ્યના લોકોને મફત વીજળી આપવાનું વચન પૂરું કર્યું છે. પંજાબની AAP સરકારે અહીંના લોકોને મફત વીજળી આપવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર હેઠળ દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં મળશે. એ જ રીતે એક બિલમાં 600 યુનિટ ફ્રી આપવામાં આવશે.