ગીર સોમનાથમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી નદી,નાળા અને ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે. હિરણ-2 ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. ભારે વરસાદને પગલે હિરણ-2 ડેમના સાત દરવાજા ખોલાયા હતા.


વેરાવળ, તાલાલા, માંગરોળ, માળિયા હાટીનામાં પણ  ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના તાલાલા, માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સરૈયા ગામમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું હતું. ગીર સોમનાથના સોનારીયા ગામમાં આભ ફાટતા પૂરની સ્થિતિ સર્જાઇ હતી.  હિરણ-2 ડેમના પાણી ગામમાં ઘૂસતા ખેતરો બેટમાં ફેરવાયા હતા.




જૂનાગઢના માળીયા તાલુકામાં પણ આભ ફાટ્યું હતું. અવાણીયા ગામમાં ધોધમાર સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. સાત ઈંચ વરસાદથી અવાણીયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વેરાવળમાં ડાભોર નજીક દેવકા નદીમાં પાણીની આવક વધી હતી. ગીર સોમનાથની તમામ નદી-નાળામાં પાણીની ભારે આવક થઇ રહી છે. ગીર સોમનાથ કોડીનાર હાઈવે પર પણ પાણી ભરાયા હતા. વેરાવળના સોનિયારા, કાજલી, મીઠાપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સોનિયારા ગામે મોકલવામાં NDRFની ટીમ મોકલવવામાં આવી હતી.


ગીર સોમનાથ જિલ્લાના ઈશ્વરિયામાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા. ઈશ્વરીયાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા.




જૂનાગઢ ના માળીયા અને માંગરોળમાં બારેય મેઘ ખાંગા થયા હતા. માંગરોળ તાલુકામાં 4 થી 6 વાગ્યા સુધીમાં 138 મીલીમીટર વરસાદ નોંધાયો જ્યારે માળીયા હાટીના તાલુકામાં 104 મિલિમિટર નોંધાયો હતો. માંગરોળ તાલુકાના માંગરોળ કેશોદ હાઈવે તેમજ વેરાવળ હાઇવે અને પોરબંદર હાઇવે સહીતના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં 20 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાલાલા અને કોડીનારમાં 24 કલાકમાં 12 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડાના ઘામરેજ ગામમાં ભારે વરસાદના કારણે આરોગ્ય કેન્દ્ર અને શાળામાં પાણી ભરાયા હતા. ગામમાં હિરણ નદીના પાણી ફરી વળ્યા હતા.


તાલાલા અને કોડીનારમાં 24 કલાકમાં 12 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. વેરાવળ, સુત્રાપાડા અને તાલાલામાં અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. વેરાવળના રહેણાંક વિસ્તાર અને બજારોમાં પણ પાણી ભરાયા હતા. આભ ફાટતા વેરાવળમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.


વેરાવળ રેલવે સ્ટેશન પાસેની સોસાયટીમાં પાણી ભરાયા હતા. તાલાલાની નદીઓમાં પાણી સાથે મગરો પણ દેખાયા હતા. સુત્રાપાડા તાલુકામાં સીઝનનો 150 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે વેરાવળ તાલુકામાં સીઝનનો 135 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વેરાવળ-કોડિનાર હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આજે પણ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.