Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, હાલમાં જ તલાલામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા દિનુ સોલંકી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ માટે મામલતદારને આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. પૂર્વ સાંસદ અને કલેક્ટર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી દબાણોને લઇને વિવાદ ચાલી રહ્યો છે.

Continues below advertisement

ભાજપના ઉપલી તંત્રના ચાહીતા પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને ગીર સોમનાથમાં 102 એકર દબાણ દૂર કરી સરકારના પ્રિય બનેલા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે. દબાણ હટાવવાને લઇને ગરમાયેલો મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા પૂર્વ મામલતદાર વિરૂદ્ધ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે, સીએમ અને ગૃહમંત્રીને મામલતદારના માધ્યમથી આ આવેદન આપવામાં આવ્યું છે. પૂર્વ સાંસદ દિનુ સોલંકી સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. હાલમાં જ માજી સાંસદે સોમનાથ દબાણ હટાવવા મામલે કલેક્ટર દિગ્વિજયસિંહને લૂંટારું મહમદ ગજનવી સાથે સરખાવ્યા હોવાના આરોપ સાથે કાર્યવાહીની માંગ કરાઇ રહી છે. સોમનાથમાં દબાણો હટાવવા મુદ્દે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ એક જાહેરસભામાં કલેક્ટરને ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો. આ પછી બન્ને વચ્ચે જોરદાર વાકયુદ્ધ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે.

કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજા અને માજી સાંસદ દિનુભાઈ સોલંકી વિવાદ  -ગીર સોમનાથ કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા અને માજી સાંસદ દિનુભાઈ સોલંકીનો વિવાદ છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહ્યો છે ત્યારે કલેક્ટર કોડીનાર સ્કૂલના પ્રોગ્રામમાં પોતાના સંબોધનમાં આડકતરી રીતે ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ પર બોલ્યા હતા. દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, હું કામ કરી કોઈ ઉપકાર નથી કરતો પગાર લઈ રહ્યો છું, મને ટીકાઓ પણ મળે છે હું સોમનાથ મહાદેવનો નાનો એવો ગણ છું મહાદેવે ઝેર પી લીધું હતું થોડું તો હું પણ પચાવી લઈશ. ખનીજ માફીયાઓ પર તવાય મામલે પણ કલેક્ટર બોલ્યા 26 કરોડની ખનીજ ચોરી ઝડપી લિઝ ધારકો રોયલ્ટી ભરજો નહીતર તવાય થશે 30 ટકાનું ખનિજ ચોરીમાં સરકારને નુકશાન થાય છે. ખનીજ ચોરી થાય તો રોયલ્ટીના રૂપે 30 ટકા રૂપિયા સરકારમાં જતા અટકે મારી ભૂલ થાય તો કાન પકડાવાની છૂટ છે. ખનીજ માફીયાઓ પર તવાય મામલે પણ કલેક્ટર બોલ્યા 26 કરોડની ખનીજ ચોરી ઝડપી લિઝ ધારકો રોયલ્ટી ભરજો નહીતર તવાય થશે 30 ટકાનું ખનિજ ચોરીમાં સરકારને નુકશાન થાય છે. ખનીજ ચોરી થાય તો રોયલ્ટીના રૂપે 30 ટકા રૂપિયા સરકારમાં જતા અટકે મારી ભૂલ થાય તો કાન પકડાવાની છૂટ છે.

Continues below advertisement

શું હતો સમગ્ર મામલો?18મી તારીખે નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. જેમાં કોડીનાર નગરપાલિકામાં ભાજપની જીત થઇ હતી. જેના પછી ભાજપના નેતાઓ અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. આ દરમિયાન જાહેરસભા યોજાઇ હતી, જેમાં દિનુ સોલંકી પણ હાજર હતા. તેમણે મંચ પરથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા અને સરકાર તપાસ કરે તેવી માગ કરી હતી. સાથે જ કલેક્ટર વિરૂદ્ધ આંદોલનનું એલાન કરીને લોકોને તેમાં જોડાવાની અપીલ પણ કરી હતી. 2 તાલુકાની જમીનનો વિવાદ વર્ષ 1976થી ચાલતા દીવ, ઉના, દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટની કરોડો રૂપિયાની કિંમતની 320 એકર જમીન દિનુ સોલંકીના કબજામાં છે તેવો આરોપ છે. આ જમીન અંગેની ટોચ મર્યાદાની અરજી ઉનાના નાયબ કલેક્ટરે 4 જાન્યુઆરી, 2025ના રોજ નામંજૂર કરી હતી. જેના કારણે આ 320 એકર જમીન ખાલી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આ જમીન કોડીનારના અરીઠિયા, નગડલા અને ઉનામાં આવેલી છે.

આ પણ વાંચો

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ: ભાજપ નેતાએ અધિકારીઓ અને વચેટિયાઓને ઘેર્યા