ગીર સોમનાથઃ તાંત્રિક વિધિના અંધ વિશ્વાસમાં ફસાયેલા પિતાએ પોતાની જ 14 વર્ષની દીકરીનું ગળું કાપી બલી ચડાવી હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમી મુજબ, આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના વાડી વિસ્તારમાં બની છે. જો કે, પોલીસે બાતમીના આધારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. 


8મા નોરતે બલી ચઢાવી હોવાની બાતમીઃ


પોલીસના બાતમીદારોએ બાતમી આપી હતી કે, ધાવા ગીર ગામના વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ જે સુરત રહેતા હતા અને છેલા 6 મહિનાથી અહીં વતનમાં આવ્યા હતા. ભાવેશ ભાઈની 14 વર્ષની બાળકી ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. 8માં નોરતાએ આ બાળકીની રાત્રે તેના જ પિતાએ બલી ચડાવી હોવાની બાતમી પોલીસને મળતાં અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, આ બાતમીની પુષ્ટી નથી થઈ શકી. 


આ અંગે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા (SP) મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, "હાલ તો આ સમગ્ર ઘટના અંગે માત્ર બાતમી મળી છે. આ બાતમીમાં કેટલીક માહિતીની પુષ્ટી થઈ નથી. જેથી બાતમીના આધારે સંપુર્ણ તપાસ કર્યા બાદ જ હકીકત સામે આવશે. હાલ પોલીસ તપાસ કરી રહી છે."


પોલીસને શું મળ્યું?


હાલ પોલીસે ભાવેશ ભાઈ અકબરીની વાડીએ તપાસ  હાથ ધરી છે. પોલીસને શેરડીના વાઢમાંથી 2 બાચકાં અને એક રાખ ભરેલું જબલુ મળી આવ્યું છે. બાચકાની અંદર કપડાં અને રાખ જોવા મળી જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવો નથી મળ્યો. બીજી તરફ બાળકીના મોતના 4 દિવસ સુધી ગોદડામાં વિટાળી હોવાના અને 7 ગામના લોકોએ અંતિમક્રિયા કરી હોવાના આરોપ મામલે પોલીસ અને તાલાલા મામાલતદારે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે. હાલ તાલાલા પોલીસે ગુમશુદા બાળકીના માતા-પિતાની પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ હાથ ધરી છે.


આ પણ વાંચો....


Gujarat Election : ગુજરાતમાં ક્યારે થઈ શકે છે વિધાનસભા ચૂંટણીની જાહેરાત? જાણો મોટા સમાચાર


Gaurav Yatra : ઉત્તર ગુજરાતથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ, રૂપાલા-જે.પી. નડ્ડાએ કરાવ્યો પ્રારંભ


Gujarat Election : સૌરાષ્ટ્રમાં આપની સભામાં સરપંચ-ગ્રામજનોએ કાર્યકરોનો લીધો ઉધડો, કાર્યક્રમ કરાવ્યો બંધ