ગીરસોમનાથઃ દ્વારકામાં આતંકવાદી ઘુસવાની તૈયારીમાં હોવાના અલર્ટ વચ્ચે ગીરસોમનાથમાંથી 1 શંકાસ્પદ શખ્સ ઝડપાયો હતો. જેની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવતા તે વ્યક્તિ અર્બન ડેવલપમેન્ટ નામની કંપનીમાં કામ કરતો હોવાનું બહાર આવ્યો હતું. પોલીસે તેની પાસેથી જરૂરી પુરાવા તપાસ કર્યા બાદ મુક્ત કર્યો હતો.
ગુજરાતમાં આતંવાદી ઘુસ્યા હોવાની આશંકાએ દરિયાઇ કિનારાના વિસ્તારોને હાઇઅલર્ટ કરી દેવામાં આવ્યા હતા. જેમા દરિયા કિનારે આવેલા બે ધાર્મિક સ્થાનો પર આતંકવાદીઓ ત્રાટકવાની શંકાએ દ્વારકાના જગત મંદિર અને સોમનાથાન મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. ગુપ્તચર એજેન્સી દ્વારા 10 થી 15 જેટલા આતંકીઓ ગુજરાતમાં ઘુસ્યા હોવાની શંકાએ દરિયા કિનારાને અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દ્વારકામાં આપવામાં આવેલા અલર્ટને પગલે રાજકોટ રેન્જના આઇજી પણ દ્વારકા પહોંચ્યા હતા. અને જગદ મંદિર અને દરિયા કાંઠાની સુરક્ષાને લઇને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.