અમદાવાદઃ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો હતા. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે પતંગરસિયાઓ અને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે.

હવમાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલે વરસાદની કોઈ આગાહી નથી. ઉત્તરાયણને દિવસે પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જેના કારણે પતંગરસિયાઓને પતંગબાજી કરવામાં મોજ પડશે.

ઉત્તરાયણના દિવસે 10 કિ.મી.થી વધુ ઝડપનો પવન પતંગબાજી માટે શ્રેષ્ઠ મનાય છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 15થી 20કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તર-પૂર્વ રહેશે. તારીખ 14 અને 15 એમ બંને દિવસે પવનની ગતિ મધ્યમ રહેવાની હોવાથી પતંગરસિયાને ઠુમકા મારીને હાથ નહીં દુખાડવા પડે.


IND v AUS: આવતીકાલે પ્રથમ વન ડે, કોહલી પાસે સચિનના વધુ એક રેકોર્ડની બરોબરી કરવાની તક