ગાંધીનગરઃ રાજ્યનાવ વહીવટ તંત્રમાં બદલીનો દોર યથાવત રહ્યો છે. ગત મોડી રાત્રે રાજ્ય સરકારે એક સાથે 20થી વધારે સનદી અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં સુરત, રાજકોટ, જામનગર અને જનાગઢના મ્યુનિ. કમિશ્નરની પણ બદલી કરવામાં આવી છે.
CMOમાંથી અજય ભાદુને ખસેડવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અશ્વિની કુમારને સચિવ બનાવવામાં આવ્યા છે. જ્યારે અજય ભાદુને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના વીસી અને સીઈઓ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અમદાવાદના 2 ડેપ્યુટી મ્યુનિસપલ કમિશ્નરની પણ બદલી કરવામાં આવી છે. ડી. એચ. શાહને CMOમાં OSD બનાવવામાં આવ્યા છે.
જાણો કોને ક્યાં મુકાયા
મુકેશ પુરી- સેક્રેટરી નર્મદા વિભાગ
એમ.એસ. ડાગુરને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો હવાલો સોંપાયો.
એમ. થેન્નારસન એસએમસીના કમિશ્નર બનાવાયા
શાહમીના હુસૈન- મહિલા અને બાળ વિભાગના કમિશ્નરપદે બદલી
પંકજ જોશી - એમડી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ
અંજુ શર્મા-કૃષિ સહકાર વિભાગમાંથી બદલી કરી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ પદે મુકાયા
ડો. એસ. મુરલી ક્રિષ્ના- કૃષિ અને સહકાર વિભાગમાં બદલી
મોહમ્મદ શાહીદ - માછીમારી વિભાગના કમિશ્નર પદે બદલી
એસ. એલ. અમરાણી- સંયુક્ત સચિવ, શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી
વિજય નેહરા- રાજકોટ મ્યુ. કમિશ્નરમાંથી બદલી કરી જીએસઆરટીસીના વીસી અને એમડી બનાવાયા
પંકજ કુમાર- અગ્ર સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં બદલી
આર.બી. બારડ- અમદાવાદના ડે.મ્યુ. કમિશ્નરમાંથી બદલી કરી જામનગર મ્યુ. કમિશ્નર બનાવાયા
હર્ષદ પટેલ- જામાનગર મ્યુ. કમિશ્નરમાંથી બદલી કરી જનરલ એડમિનિસ્ટ્રેશનમાં મુકાયા
મિલિંદ તોરવણે- ગુજરાત અર્બન હાઉસિંગ વિભાગમાં વધારાનો હવાલો
એસ. છકછુક- સ્ટેમ્પ ડ્યૂટી નોંધણી વિભાગમાં બદલી
રવિશંકર- જુનાગઢ મ્યુ. કમિશ્નરમાંથી બદલી ગ્રામવિકાસ વિભાગમાં મુકાયા
જે.ડી. દેસાઈ- શ્રમ વિભાગના ડાયરેક્ટર પદે બદલી
વી.જે. રાજપુત- જુનાગઢ મ્યુ. કમિશ્નર તરીકે બદલી
તુષાર ધોળકીયા- નર્મદા કલ્પસરમાં બદલી
રાકેશ શંકર- અમદાવાદ ડે.મ્યુ. કમિશ્નર પદે બદલી
ડી.એચ. શાહ- અમદાવાદ ડે.મ્યુ. કમિશ્નરમાંથી બદલી સીએમઓમાં ઓએસડી બનાવાયા