ગાંધીનગર:ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે જ રાજ્ય સરકારે ફિક્સ પગારદારોની મુશ્કેલીમાં વધારો કરતો નિર્ણય કર્યો છે. સરકારે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓનો પગારવધારો પાછો ખેંચવા આદેશ  કર્યો છે.


ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે જ રાજ્ય સરકારે ફિક્સ પગારદારોની મુશ્કેલીમાં વધારો કરતો નિર્ણય કર્યો છે. સરકારે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓનો પગારવધારો પાછો ખેંચવા આદેશ  કર્યો છે.ઉલ્લખનિય છે કે, સરકારી કર્મીના આંદોલનના કારણે સરકારે  આંદોલન દરમિયાન  સર્વેલન્સ એલાઉંસ તરીકે રૂ 4 હાજર રૂપિયાની રકમ  જાહેર કરી હતી. ઉપરાંત જાહેર કરાયેલો રૂપિયાનો  4 હજારનો પગાર વધારો ચૂકવાઈ પણ ગયો હતો. હવે વિભાગે ફિક્સ પગારમાં રહેલા કર્મચારીઓ પાસેથી રિકવરી કરવા આદેશ કર્યો છે. આ માટે સરકારે ફિક્સ પગારમાં રહેલા કર્મીઓ અંગે પરિપત્રમાં સ્પષ્ટતા ન હોવાનું કારણ આગળ ધર્યું છે.


ચૂંટણીમાં ભાજપનું કામ કેમ કર્યું કહી બોરસદમાં BJPના કાર્યકર પર કરાયો જીવલેણ હુમલો


ચૂંટણીની અદાવતમાં આણંદના બોરસદમાં ભાજપના કાર્યકર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાતે લાકડી લઇ 5 હુમલાખોરો ભાજપનું કામ કેમ કર્યું તેમ કહી ચંદ્રેશ પટેલ નામના ભાજપના કાર્યકર પર તૂટી પડ્યાં હતા. પપ્પુ રબારી નામના શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હાથ તથા પગમાં 10થી વધુ ફ્રેક્ચર થયા છે. હાલ હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકશન મોડમાં










PM મોદીએ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીતનો શ્રેય કોને આપ્યો?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 156, કોંગ્રેસને 17, AAP ને 5 તથા અન્યને  4 સીટ મળી હતી. ગુજરાતમાં ભાજપને મળેલી આ ઐતિહાસિક જીત કેવી રીતે મળી તેની હાલ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદીય દળની બેઠકમાં ગુજરાતમાં ભાજપને મળેલી જીતને લઈ મોટી વાત કરી