Vav-Tharad new district: ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે મહત્ત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ, બનાસકાંઠામાંથી એક નવા જિલ્લાની રચના કરવામાં આવશે, જેનું નામ વાવ-થરાદ જિલ્લો હશે. આ વિભાજનનો મુખ્ય હેતુ વહીવટી સુધારણા લાવવાનો અને નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. નવા જિલ્લાની રચના બાદ, બનાસકાંઠા અને વાવ-થરાદ એમ બે અલગ વહીવટી એકમો અસ્તિત્વમાં આવશે. આ ફેરફારોથી બંને જિલ્લાના વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા છે.

Continues below advertisement

બનાસકાંઠા જિલ્લાની નવી રૂપરેખા

વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં કુલ 10 તાલુકાઓનો સમાવેશ થશે, જેનું વડુમથક પાલનપુર જ રહેશે. નવા સીમાંકન મુજબ બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ થનારા તાલુકાઓ નીચે મુજબ છે:

Continues below advertisement

  • પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, ઓગળ, હડાદ

આ ફેરફારોથી બનાસકાંઠાનો વહીવટી વિસ્તાર વધુ વ્યવસ્થિત અને સુચારુ બનશે.

નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાનું માળખું

બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પડીને બનેલા વાવ-થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા જિલ્લાનું વડુમથક થરાદ રહેશે. વાવ-થરાદ જિલ્લાના ભાગ બનનારા તાલુકાઓની યાદી આ મુજબ છે:

  • વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, લાખાણી, ભાભર, રાહ, ધરણીધર

રાજ્ય સરાકરે 17 નવા તાલુકાના નામની કરી જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 17 નવા તાલુકાઓની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને નાગરિકો માટે સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વેગ મળશે અને નાગરિકોને સરકારી કામકાજ માટે લાંબા અંતરની મુસાફરી કરવી નહીં પડે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં લેવામાં આવ્યું છે, જેનો સમાવેશ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી, 2026માં યોજાનારી ચૂંટણીઓમાં થઈ શકે છે.

અગાઉ નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી

આ અગાઉ, 2025ની શરૂઆતમાં, ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. આમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ નિર્ણય પહેલાં, ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ હતી - અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર. આ નવા ઉમેરા સાથે, રાજ્યમાં મહાનગરપાલિકાઓની કુલ સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.