નવસારીઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે નવસારીની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 


જલાલપોરના બોદાલીના સરપંચની ચૂંટણીમાં ભાજપના નેતાના પત્નીનો પરાજય થયો છે. તેમની સામે નીલમબેન પટેલ 147 મતોએ વિજેતા બન્યા છે. બોદાલી ગ્રામ પંચાયતમાં સરપંચની ચુંટણીમાં જલાલપોર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને જલાલપોર ભાજપના પૂર્વ પ્રમુખ રણધીર પટેલના પત્ની જ્યોતિબેન પટેલ હારી ગયા છે. આ સિવાય, ખરસાડ સરપંચની ચૂંટણીમાં નિરૂબેન પટેલ 345 મતોએ વિજેતા બન્યા છે. તવડીમાં સરપંચ પદે રીનાબેન પટેલ 490 મતોથી વિજેતા થયા છે. 


નવસારીના સંવેદનશીલ ગામ ડાભેલમાં સરપંચના ઉમેદવાર અમીના બેરાની પેનલને પૂર્ણ બહુમત મળતા ગામમાં ઉત્સાહનો માહોલ છે.  નિર્વિવાદ ચૂંટણીકાર્ય સંપન્ન થતા ભવ્ય વિજય રેલી સાથે વિજેતા સભ્યોનું ગામમાં સ્વાગત કરવામાં આવ્યું. ગામમાં 35 વર્ષથી ડોકટર તરીકે સેવા આપતા ડોકટરે આ જીતને ઐતિહાસિક જીત ગણાવી. ગામના તમામ લોકો ખાસ કરીને ગરીબોના કામો કરી તમામ ગ્રાન્ટનો સદઉપયોગ થાય તેવી આશા વ્યક્ત કરી.


Gram Panchayat Election Result : કઈ કઈ બેઠકો પર ઉમેદવારો વચ્ચે પડી ટાઇ, પછી શું થયું?


નવસારીઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી થઈ રહી છે, ત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં પાથરી ગામે વોર્ડ નંબર 8માં ટાઈ પડી હતી. આરઓએ ચીઠી ઉછાળી મત આપતા સુમિત્રાબેન વિજેતા જાહેર થયા હતા. 


નવસારીના જલાલપોર તાલુકાના વાસી ગામમાં સરપંચ વચ્ચે ટાઈ થઈ. ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળી વિજેતા સરપંચ જાહેર કરાયા હતા. બંને ઉમેદવારોને 176 સરખા મતો મળતા ચિઠ્ઠી ઉછાળાઇ, જેમાં ભરત રવજીભાઈ પટેલ વિજેતા જાહેર થયા.


આવી જ રીતે અરવલ્લીમાં મોડાસાનની ફરેડી ગ્રામ પંચાયતમાં ટાઈ પડી. ફરેડીમાં સરપંચ ઉમેદવારો દલીબહેન અને ચંદ્રીકાબહેન વચ્ચે ટાઇ પડી. ફરીથી રીકાઉન્ટીંગ હાથ ધરાયુ.