BOTAD :  બોટાદ જિલ્લાના વિશ્વ વિખ્યાત સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર હનુમાન જયંતીની ઉત્સાહભેર ઉજવણી થવા જઈ રહી છે. હનુમાન જયંતિ પહેલા સાળગપુરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે. આ શોભાયાત્રા આજે 15 એપ્રિલે બપોરના 4 થી 7વાગ્યા સુધી નીકળશે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ મસ્તક ઉપર દાદાનું અભિષેક જળ લઈને ઉપસ્થિત રહેશે. 251 પુરુષો અને મહિલાઓ માથા ઉપર સાફા ધારણ કરીને શોભાયાત્રામાં જોડાશે. આ શોભાયાત્રા નારાયણ કુંડથી કષ્ટભંજન મંદિર સુધી જશે. 


શ્રી સ્વામિનારાયણ મંદિરવડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે  શુક્રવારના રોજ હનુમાન જયંતી મહોત્સવ પવિત્ર પ્રસંગે રાત્રે 8.30 વાગ્યાથી મોડી સુધી


રાત્રે મંદિર પરિસરમાં ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, હાસ્યકલાકાર હિતેશભાઈ અંટાળા અને જાદુગર અમિતભાઈ સોલંકી, ભજનિક સાગર મેસવાણીયા શ્રદ્ધાળુઓને જમાવટ કરાવશે. મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીજી દ્વારા હનુમાન જયંતી મહોત્સવ પવિત્ર પ્રસંગે ભવ્ય લોકડાયરામાં પરિવાર સાથે પધારવાજાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. 


હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી, આ દિવસે હનુમાન જયંતિનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો, તેથી મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. શ્રી રામના જન્મના માત્ર 6 દિવસ પછી રુદ્રાવતાર પવનપુત્ર હનુમાનનો જન્મ થયો. બજરંગબલીમાં તેમની સાચી ભક્તિથી એ સાબિત થઈ ગયું છે કે ભગવાન રામ કરતાં તેમનું નામ મોટું છે, તેમની ભક્તિ છે.


આ વખતે હનુમાન જયંતિ 16 એપ્રિલે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિના દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવાથી અને વ્રત રાખવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. જણાવી દઈએ કે હનુમાન જયંતિના દિવસે વિશેષ યોગ બનાવવામાં આવે છે. 


હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જયંતિ 16 એપ્રિલે આવી રહી છે. આ દિવસે રવિ યોગ બની રહ્યો છે. રવિ યોગ દરેક પ્રકારના દોષોને દૂર કરે છે અને કાર્યમાં સફળતા અપાવે છે. આ ખાસ દિવસે સવારથી રવિ યોગ બની રહ્યો છે. તે સવારે 5.55 થી 8.40 સુધી શરૂ થશે. એવું માનવામાં આવે છે કે આ મુહૂર્તમાં હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.