નવી દિલ્હી: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. કેંદ્રીય કેબિનેટની બેઠખમાં જમ્મુ-કાશ્મીરને લઈને બે મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે મોદી કેબિનેટે જમ્મુ કાશ્મીરમાં બીલ-2004માં સંશોધનને મંજૂરી આપી દિધી છે. જેટલીએ જણાવ્યું કે આ સંશોધન બાદ અંતરરાષ્ટ્રીય સરહદ પર રહેતા લોકોને અનામત મળશે. આ સાથે રાજકોટમાં એરપોર્ટ નિર્માણ સહિત અન્ય કેટલીક મહત્વની યોજનાઓ પર મંજૂરી કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.
અરુણ જેટલીએ કહ્યું કે, કેબિનેટે ગુજરાતના રાજકોટમા હિરાસર સ્થિત નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણને મંજૂરી આપી દેવામાં આવી છે. જેના નિર્માણમાં 1405 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે કેબિનેટમાં કાનપુર મેટ્રો પ્રોજેક્ટ અને આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.
વાંચો:
નાણામંત્રી જેટલીની જાહેરાત- કાશ્મીરના લોકોને મળશે સવર્ણ અનામત