પંચમહાલ: હાલોલ તાલુકાના હીરાપુરા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. દુકાન પાસે બાઇક પાર્ક કરવા બાબતને બબાલ થઈ છે. બબાલ વધુ ઉગ્ર બનતા લાકડી અને દંડા વડે એકબીજા પર કર્યો હૂમલો કર્યો હતો. આ હુમલામાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.


મોડી રાત્રે ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદાસ્પદ પોસ્ટ મુકાઈ


ખેડા: રામનવમી પર થયેલી હિંસા બાદ ખંભાત વિસ્તારમાં તંગદીલી જોવાઈ રહી છે. કોઈ મોટી ઘટના ન બને તે માટે રાજ્યની તમામ એજન્સીઓ કામે લાગી છે. તો બીજી તરફ મોડી રાત્રે સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદાસ્પદ પોસ્ટ મુકતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. મોળી રાત્રે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ડાકોર પોલીસ અને ખેડા LCB દ્વારા વાતાવરણ ન ડોહળાય તે માટે પેટ્રોલિંગ કર્યું હતું. અરજીના આધારે પુરેપુરી તપાસ કરશે LCB. 


ફિલ્મી સ્ટાઈલમાં માંડવી પોલીસે ખંડણીખોરોને ઝડપી પાડ્યા


સુરત: રાજ્યમાં ખંડણી અને વ્યાજખોરોને લઈને સામે આવેલી ફરિયાદો મામલે હવે પોલીસે કમર કસી છે. આ કડીમાં પોલીસે માંડવી નગરમાંથી 2 ખંડણીખોરની ધરપકડ કરી છે. આ બન્ને લોકો માંડવીના એક પરિવારની વહુ તેમજ સાસુને બ્લેકમેલ કરી રહ્યા હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે પહેલા 10 લાખ ત્યારબાદ 5 લાખની ખંડમી માગી હતી.


આ ઉપરાંત સામે આવેલી વિગતો અનુસાર આ ખંડણીખોરો પરિવારના બીભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી ખંડણીની માગ કરી રહ્યા હતા. પોલીસે આયોજન બદ્ધ રીતે છટકું ગોઠવી બંને ઇસમોને ઝડપી લીધા હતા. નિયત કરેલી જગ્યાએ નક્કી કરેલા પૈસા લેવા આવતા બંને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. બન્ને આરોપીઓને પકડવા માટે પોલીસે બાળકોને રમવાની નકલી નોટો થેલામાં મૂકી હતી. આ લોકોએ પૈસા લઈ ભાગવા જતા અન્ય બાઈક સાથે અકસ્માત કર્યો હતો. બન્ને ઈસમોને પકડીને માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.