ગાંધીનગરઃ આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 139 ઝોનમાં 1 હજાર 623 કેન્દ્ર પરથી 16.49 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 10ના 9 લાખ, 57 હજાર, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5 લાખ, 65 હજાર અને ધોરણ 12 સાયન્સના 1 લાખ, 26 હજાર મળી 16 લાખ 49 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ માટે 139 ઝોનમાં 1 હજાર 623 પરીક્ષા કેન્દ્રો ઉભા કરાયા છે. શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં કલેક્ટર અને પોલીસ વડા સાથે બેઠક યોજાઈ હતી. રાજ્યમાં 66 સેન્ટર સંવેદનશીલ છે. જ્યાં પેરા મિલિટ્રી ફોર્સ મુકાશે. હાલ સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્ર રખાયા છે. જ્યાથી પરીક્ષાની ગણતરીની કલાકો પહેલા પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્ર પહોંચાડાશે. પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ મોબાઈલ નહીં લઈ જઈ શકે. તો સુપરવાઈઝર અને શાળાનો સ્ટાફ પણ મોબાઈલ લઇ જઈ શકશે નહીં.
Gujarat: રાજ્યમાં પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ગાંધીનગર: રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ દિશામાં ટ્રફ પસાર થતો હોવાથી આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના મતે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં માવઠું પડશે. .15 માર્ચથી અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું પડશે.
નજર કરીએ કયા દિવસે ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ તો આજે હવામાન વિભાગના અનુસાર કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. આગામી બે દિવસ તાપમાનનો પારો સ્થિર રહેશે. ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આજે રાજ્યમાં સુરત સૌથી ગરમ શહેર રહ્યું છે. સુરતમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ.. કેશોદ અને પોરબંદરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન રહ્યું છે.
Rajkot: જેતપુરના જેતલસરના સૃષ્ટી રૈયાણી હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનાર જેતપુર તાલુકાના જેતલસર ગામના સૃષ્ટી રૈયાણીની હત્યામાં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલે સગીરાને છરીના 36 ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર આરોપી જયેશ સરવૈયાને જેતપુર કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. અદાલતે નરાધમને તકસીરવાન ઠેરવી અને ફાંસીની સજા આપી છે.
જેતપુર તાલુકાના જેતલસર ગામે 16 માર્ચ 2021 ના ધોળે દિવસે એક તરફી પ્રેમમાં પાગલ જયેશ સરવૈયા નામના શખ્સે સૃષ્ટિ રૈયાણી નામની 16 વર્ષીય સગીરા પર છરી વડે તૂટી પડી 36 ઘા ઝીંકયા હતા. અને તેને બચાવવા વચ્ચે પડેલા નાનાભાઇ પાંચ ઘા ઝીંકયા હતા.