Education Loan Information:
Calculate Education Loan EMIગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા ક્યારે યોજાશે ? રાજય સરકારે શું કરી જાહેરાત, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Oct 2020 08:00 PM (IST)
હાલ ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને પૂરો કોર્સ ભણાવાશે પણ બોર્ડનું પેપર પૂછાશે માત્ર 70% કોર્સમાંથી.
(ફાઈલ તસવીર)
ગાંધીનગર: કોરોના મહામારીને લઈ હાલ રાજ્યમાં સ્કૂલ-કોલેજો બંધ છે. આ દરમિયાન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં લઈ કોર્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોર્સમાં કરવામાં આવેલો ઘટાડો એક વર્ષ માટે લાગુ રહેશે. ઉપરાંત ઘટાડેલો અભ્યાસક્રમના પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે નહિ. અભ્યાસક્રમમાં ઘટાડાની વિસ્તૃત માહિતી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં યોજવાનું અને ધો. 9 અને ધો. 11ની પરીક્ષા જૂન મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21મેથી ધો. 10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી હતી કે, વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. હાલ ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને પૂરો કોર્સ ભણાવાશે પણ બોર્ડનું પેપર પૂછાશે માત્ર 70% કોર્સમાંથી તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું.