રાજકોટનું કપલ દમણથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવા જતાં ઝડપાયું, ક્યાં સંતાડ્યો હતો દારૂ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Oct 2020 04:14 PM (IST)
વાપી પોલીસે કાર રોકાવી તપાસ કરતાં કારની સીટમાં સુયોજિત ચોરખાના બનાવી લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
વલસાડઃ વાપી પોલીસે રાજકોટના કપલને દારૂની હેરાફેરી કરતાં ઝડપી પાડ્યું છે. આ કપલ દમણથી મોંઘી કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂની હેરફેર કરતું હતું. વાપી પોલીસને જોઈ ફરાર થતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો અને તેમને દબોચી લીધા હતા. વાપી પોલીસે કાર રોકાવી તપાસ કરતાં કારની સીટમાં સુયોજિત ચોરખાના બનાવી લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. જે જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કપલ પોતાના નાનકડા બાળકને સાથે રાખી દારૂની હેરાફેરી કરતા હતા.