Gujarat: રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલે મોટી આગાહી કરી હતી કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અંબાબાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાત પર પર સિવિયર સાયક્લોનનો સંભવિત ખતરો છે. અરબી સમુદ્રમાં સિવિયર સાયક્લોન ઉદભવી રહ્યું છે. અરબી સમુદ્રમાં 19મી ઓક્ટોબરે લો પ્રેશર ઉદભવશે. બાદમાં 20-21 તારીખ પછી વેલમાર્ક લો પ્રેશર ઉદભવશે.


અંબાલાલ પટેલે કહ્યું હતું કે 22મી ઓક્ટોબરે વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. ત્યારબાદ 23 અને 24મીના રોજ તે ભીષણ વાવાઝોડામાં ફેરવાશે. તેમણે કહ્યું કે હાલમાં વાવાઝોડાનો ટ્રેક યમન અને ઓમાન તરફનો છે. જોકે આગામી 23 કે 24 ઓક્ટોબરના રોજ દરિયામાં સિવિયર સાયક્લોનનો ટ્રેક નક્કી થશે.


વાવાઝોડાને પગલે  સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળના ઉપસાગરમાં 22થી 24 દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ઉદભવશે. 25-26 તારીખે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.


તેમણે કહ્યું કે 28 ઓક્ટોબર સુધીમાં ઉત્તર આધ્રપ્રદેશ, પૂર્વ ભારત, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તે સિવાય 26થી 28માં આંદોબાર - નિકોબાર ટાપુ પર પણ વાવાઝોડું ઉદ્દભવી શકે છે. આ વાવાઝોડું ચીન તરફ ફંટાય તેવી શક્યતા છે, પરંતુ તેની અસર બંગાળના ઉપસાગરમાં પણ જોવા મળી શકે છે. ડિસેમ્બર મહિના સુધી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા રહેશે.


ભારતીય હવામાન વિભાગ (IMD) એ અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડાના કારણે મહારાષ્ટ્ર શહેરમાં હવામાનમાં ફેરફાર અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. સોમવારે હવામાન વિભાગે અપડેટ આપ્યું હતું કે  આગામી 48 કલાકમાં દક્ષિણ-પૂર્વ અને નજીકના પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર વિકસિત થવાની સંભાવના છે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી સમુદ્રના ગરમ તાપમાનને કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત ઉદ્દભવાની સંભાવના છે.






હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ, જો હિંદ મહાસાગરમાં તોફાન રચાય છે, તો તેને ‘સાયક્લોન તેજ" તરીકે ઓળખવામાં આવશે. હવામાન વિભાગે એક્સ (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, “18 ઓક્ટોબરની સવારે દક્ષિણપૂર્વ અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર ઉદ્દભવ્યું છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 21 ઓક્ટોબરની આસપાસ ડિપ્રેશનમાં ફેરવાશે." હાલમાં સિસ્ટમ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતાઓ ખાસ નથી.