Weather Forecast:  હવામાન વિભાગની માહિતી મુજબ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જે મજબૂત બનીને વાવાઝોડું સર્જી તેવી શક્યતા પણ જોવાઇ રહી છે. જો કે ગુજરાતે તેની આંશિક અસર થાય તેવો અનુમાન છે.


અરબી સમુદ્રમાં સર્જાયેલ  લો પ્રેશર સિસ્ટમ 21 ઓક્ટોબરે ડિપ્રેશન બની શકે છે. જો આ સિસ્ટમ વાવાઝોડું બને અને અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધે તો તે ગુજરાતને પણ કેટલાક અંશે અસર કરે તેવી સંભાવના છે.


હવામાન એજન્સી 'સ્કાયમેટ'ના અહેવાલ અનુસાર હાલ દરિયાનું તાપમાન તથા હવામાનની સ્થિતિઓ પણ અનુકૂળ છે કે આ સિસ્ટમ વાવાઝોડું બની શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ આ સિસ્ટમને લઇને ગુજરાત પર ભારે ખતરોનો અનુમાન નથી પરંતુ આંશિક અસરના અનુમાન મુજબ પવનની ગતિ સામાન્યથી થોડી વધુ થવાની શક્યતાને  માછીમારોને આ સમય દરમિયાન દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.  


હવામાન વિભાગની આગાહી મુજબ જો આ સિસ્ટમના કારણે વાવાઝોડ઼ુ  સર્જાય તો તે ઓમાન તરફ ફંટાઇ તેવી વધુ શક્યતા જોવાઇ રહી છે પરંતુ જો તે વળાંક લે તો જો તે વળાંક લે તો પાકિસ્તાન કે ગુજરાતના દરિયાકાંઠે ટક્કરાય શકે છે.  ગુજરાતના કેટલાક વિસ્તારોને તેની અસર થઈ શકે છે.                                                                                                                                        


આ પણ વાંચો


24 કલાકમાં હાર્ટ એટેકથી છ લોકોએ ગુમાવ્યો જીવ, નાની વયે એટેકના કિસ્સા વધ્યા


Israel Hamas War: ગાઝા હોસ્પિટલ હુમલામાં અમેરિકાએ ઇઝરાયેલને આપી ક્લીનચીટ, ગુપ્તચર એજન્સીએ આ પુરાવાને આધાર તરીકે સ્વીકાર્યા


'પત્ની ખરાબ ભોજન રાંધે તો તે ક્રૂરતા નથી', કેરળ હાઈકોર્ટે પતિની છૂટાછેડાની અરજી ફગાવી


World Cup Points Table: અફઘાનિસ્તાનની હારથી ભારતને થયું નુકસાન, ન્યૂઝીલેન્ડ ટોપ પર, જાણો લેટેસ્ટ અપડેટ્સ