ગુજરાતમાં આવનારા થોડા દિવસોમાં જ ખેલમહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં રમત-ગમતને પ્રોત્સાહન મળે તે માટે શરુ થઈ રહેલા આ ખેલમહાકુંભથી રાજ્યમાં વિવિધ રમતો રમાશે. શાળાઓમાં રમત ગમત માટે ખાસ વ્યાયામ શિક્ષકો હોય છે. જો કે હાલ ગુજરાતની 3 હજાર કરતાં વધુ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને વર્ષ 2009થી વ્યાયામ શિક્ષકોની ભરતી જ નથી કરવામાં આવી. શિક્ષકોની ઘટની સ્થિતિમાં હાલ શાળાઓમાં વ્યાયામના ક્લાસ બંધ થવા લાગ્યા છે.


વર્ષ 2009 પહેલાં ગ્રાન્ટેડ શાળાઓમાં કોઈપણ શિક્ષકની ભરતી કરવાનો અધિકાર શાળા સંચાલક પાસે હતો અને શિક્ષકોની ભરતી પણ થતી હતી. જો કે, 2009 બાદ સરકારે આ કાયદામાં બદલાવ કર્યો હતો અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકની ભરતી કરવાની પ્રક્રિયા સંચાલક પાસેથી લઈ સરકારે જાતે ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી લઈને આજ સુધી એક પણ વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરવામાં આવી. આ પહેલાં વ્યાયામ શિક્ષક સવારે પીટીના ક્લાસ લેતા અને ફુલટાઈમ નોકરી કરતા હતા. વ્યાયામ શિક્ષકો વ્યાયામના ક્લાસ લઈને અન્ય વિષય પણ બાળકોને ભણાવતા હતા. પણ હવે સ્થિતિ બદલાઈ છે. હવે ના તો ફુલ ટાઈમ કે ના તો પાર્ટટાઈમ માટે વ્યાયામ શિક્ષકોના ભરતી થાય. આ સ્થિતિમાં હાલ બાળકોને વ્યાયામ શીખવવામાં જ નથી આવતું.


શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી બાબતે કોંગ્રસ પણ સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોષીએ કહ્યું કે, ગુજરાત રમશે પણ કેવી રીતે? શાળાઓ પાસે બાળકોને રમાડવા માટે મેદાનો નથી તો કઈ રીતે બાળકો રમશે. મેદાનો વગર શાળાઓને મંજુરી આપવામાં આવી રહી છે તે ખુબ દુઃખની વાત છે. 


આ પણ વાંચોઃ


'મહિલાઓ પર અત્યાચાર કરનારને પેટ્રોલ છાંટીને જાહેરમાં સળગાવી નાખો', કયા મહિલા ધારાસભ્યે કર્યું સ્ફોટક નિવેદન?


'દરેક ભાજપી બળાત્કારી નથી, પરંતુ દરેક બળાત્કારી ભાજપી કેમ?' કોંગ્રેસના કયા ટોચના નેતાએ કર્યું આઘાતજનક નિવેદન?