Jitu Vaghani: રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગમાં નવી ભરતીને લઈને જાહેરાત કરી છે. જે મુજબ શિક્ષણ વિભાગમાં 5360 નવી જગ્યાઓ ભરવામાં આવશે. ટેટની ત્રણ વર્ષથી પરીક્ષા લેવાઈ નથી તે પરીક્ષા પણ આગામી સમયમાં લેવામાં આવશે. 


વિદ્યા સહાયકોની ભરતી કરાશે


વિદ્યા સહાયકો માટે રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય કર્યો છે. જિલ્લા ફેર બદલી કરીને 2600 જગ્યાઓ પર વિદ્યા સહાયકોની ભરતી કરાશે. બાકી રહેલી જગ્યા પર ચાલુ મહિનાના અંત સુધીમાં જ પરીક્ષા પ્રક્રિયા હાથ ધરી દેવાશે. 77953 જિલ્લા ફેરની અરજીઓ હાલ પેન્ડિગ છે જેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. આ સાથે રાજ્યમાં ટેટ-1ની પરીક્ષા છેલ્લે વર્ષ 2018માં અને ટેટ-2ની પરીક્ષા 2017માં લેવાઈ હતી. પાછલા ચાર-પાંચ વર્ષમાં ટેટની પરીક્ષા લેવાઈ ન હોવાથી ઉમેદવારોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.


પોલીસ એફિડેવીટ મુદ્દે બોલ્યા વાઘાણીઃ


પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, "પોલીસ કર્મચારીઓને એફિડેવીટ કરાવા મામલે સરકાર સકારાત્મક રીતે વિચારી રહી છે. આજે રિવ્યુ મિટીંગ બાદ નિર્ણય લેવામાં આવશે. કર્મચારીઓને કોઈ તકલીફ ના પડે તેવો નિર્ણય લેવામાં આવશે. આજે આ અંગે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. સરકાર તમામ વિભાગો માટે સકારાત્મક નિર્ણય લેવા માટે તૈયાર છે."


ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓના પગારમાં કરેલા વધારા બાદ પોલીસ કર્મચારીઓ પાસે એફિડેવીટ કરાવા માટે આદેશ કરાયા હતા. જો કે, સરકારના આ નિર્ણયનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થયો હતો. ત્યારે હવે રાજ્ય સરકાર પોલીસ કર્મચારીઓ પાસે એફિડેવીટ કરાવા અંગે ફરીથી રિવ્યુ મિટીંગ કરી રહી છે.


ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, આ શહેરોમાં ભારે વરસાદ વરસશે


ગાંધીનગરઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે આગાહી કરી હતી કે 'શનિવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના મતે 10 અને 11 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે.


સૌરાષ્ટ્રના અમરેલી.. ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.