ગાંધીનગરઃ નાણા મંત્રી નીતિન પટેલ 9 મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતે બજેટનું કદ 2 લાખ 27 હજાર 029 કરોડ છે. જે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. બજેટમાં ખેડૂતોને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે.
નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરતાં જણાવ્યું કે, રાજ્યના ૪ લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર ( ટબ ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂપિયા ૮૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂપિયા ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂપિયા ૮૨ કરોડની જોગવાઇ કરાઈ છે.
- બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂપિયા ૫૫ કરોડની જોગવાઇ
- એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂપિયા ૫૦ કરોડની જોગવાઇ
- ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વર્ષે રૂપિયા ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂપિયા ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂપિયા ૩૨ કરોડની જોગવાઈ.
- ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજયના ખેડૂતો દ્વારા અમદાવાદ , વડોદરા , સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ.
- ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂપિયા ૧૨ કરોડની જોગવાઈ.
- રોગ - જીવાતના સમયસર સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ તે માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે ૨ કરોડની જોગવાઇ
Gujarat Assembly Budget Session 2021: ખેડૂતો માટે બજેટમાં શું થઈ મોટી જાહેરાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Mar 2021 12:26 PM (IST)
Gujarat Assembly Budget Session 2021 Update: બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂપિયા ૫૫ કરોડની જોગવાઇ
- - - - - - - - - Advertisement - - - - - - - - -