પરેશ ધાનાણીના સ્થાને વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનાં નામ પણ ચર્ચામાં છે. આ તમામ સીનિયર ધારાસભ્યો છે પણ પાટીદારો નારાજ ના થાય એટલે લલિત વસોયાને આ હોદ્દો મળી શકે છે એવું કોંગ્રેસનાં સૂત્રોનું માનવું છે.
આ પહેલાં ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી પણ પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું હતું. એ વખતે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પેટાચૂંટણીનાં પરિણામ બાદ હાઇકમાન્ડ સમક્ષ રાજીમામું આપવાની રજૂઆત કરી હતી અને પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસના બધાય ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ છે. હવે હાઇકમાન્ડ જે નિર્ણય લે તે અમને માન્ય હશે. જો કે એ વખતે કોંગ્રેસે તેમનું રાજીનામું નકારી કાઢ્યું હતું પણ આ વખતે તેમનું રાજીનામું સ્વીકારી લેવાયું છે.