પશુપાલનને શું મળ્યું ? ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના , બકરાં એકમની સ્થાપના માટે રૂપિયા ૮૧ કરોડની જોગવાઇ કરવામાં આવી. ૧૦ ગામદીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂપિયા ૪૩ કરોડની જોગવાઇ. ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ - સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂપિયા 25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નિ : શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ. કરુણા એનિમલ એમ્બુલન્સ -૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂપિયા ૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
દૂધાળા ગીર - કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે ૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Gujarat Assembly Budget Session 2021: ખેડૂતો માટે બજેટમાં શું થઈ મોટી જાહેરાત, જાણો વિગત