Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીને લઈ ઑબ્ઝર્વરની નિમણૂંક કરી છે. તમામ કેન્દ્રીય નેતાઓને જવાબદારી આપવામાં આવી છે. સાઉથ ઝોનની જવાબદારી મુક્લ વાસનિક, સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી મોહન પ્રકાશ સેન્ટ્રલ ઝોનની પૃથ્વીરાડ ચવ્હાણ અને નોર્થ ઝોનની જવાબદારી બી કે હરિપ્રસાદને સોંપાઈ છે.
ઝોનલ ઓબ્ઝર્વર
- સાઉથ ઝોન(હેડ ક્વાર્ટર સુરત) મુક્લ વાસનિક
- સૌરાષ્ટ્ર ઝોન(હેડ ક્વાર્ટર રાજકોટ) મોહન પ્રકાશ
- સેન્ટ્રલ ઝોન (હેડ ક્વાર્ટર બરોડા) પૃથ્વીરાજ ચવાણ
- નોર્થ ઝોન ((હેડ કવાર્ટર અમદાવાદ) બી કે હરિપ્રસાદ
કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામું
એનસીપીના હાલના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીમાંથી (NCP) રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજા 2012માં એનસીપીમાં જોડાયા હતા. એનસીપીએ આ વખતે કાંધલ જાડેજાને કુતિયાણા સીટ પર ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી એનસીબીના ધારાસભ્ય છે.
જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી પત્ની રીવાબા જાડેજા માટે માંગ્યા મત
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા જાડેજા માટે મત માંગ્યા હતા. મળતી જાણકારી અનુસાર, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબાને મત આપવા માટે જામનગરવાસીઓને અપીલ કરી હતી. નોંધનીય છે કે ભાજપે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. રીવાબા આજે ઉમેદવારી ફોર્મ ભરશે.જામનગર ઉત્તર બેઠક પરથી રીવાબા જાડેજા સવારે 11 વાગ્યે ઉમેદવારી નોંધાવશે. રવિંદ્ર જાડેજાએ પણ સોશલ મીડિયાના માધ્યમથી પત્ની રીવાબા જાડેજાને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ પોતાના વીડિયોમાં જામનગરની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. તે 14 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી તમારી છે