Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેમ્પેન કમિટીના ચેર પર્સન બન્યાં છે. પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી રૂપેશ બઘેલ પણ સભાઓ ગજવશે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ
- મલ્લિકાર્જુન ખડગે
- સોનિયા ગાંધી
- રાહુલ ગાંધી
- પ્રિયંકા ગાંધી વાડ્રા
- અશોક ગેહલોત
- ભુપેશ બઘેલ
- રમેશ સી
- દિગ્વિજય સિંહ
- કમલનાથ
- ભુપેન્દ્ર સિંહ હુડ્ડા
- અશોક ચવાણ
- તારીક અનવર
- બી.કે હરિપ્રસાદ
- મોહન પ્રકાશ
- શક્તિસિંહ ગોહિલ
- રઘુ શર્મા
- જગદીશ ઠાકોર
- સુખરામ રાઠવા
- સચિન પાયલટ
- શિવાજીરાવ મોઘે
- ભરતસિંહ સોલંકી
- અર્જુન મોઢવાડિયા
- સિદ્ધાર્થ પટેલ
- અમિત ચાવડા
- નારણભાઈ રાઠવા
- જિગ્નેશ મેવાણી
- પવન ખેરા
- ઈમરાન પ્રતાપગઢી
- કનૈયા કુમાર
- કાંતિલાલ ભુરિયા
- નસીમ ખાન
- પરેશ ધાનાણી
- વિરેન્દ્ર સિહ રાઠોડ
- ઉષા નાયડુ
- રામક્રિષ્ન ઓઝા
- બી એમ સંદીપ
- અનંત પટેલ
- અમરિંદર સિંહ
- ઈન્દ્રવિજયસિંહ ગોહિલ
ચૂંટણીના દિવસે સ્કૂલો-કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રહેશે
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. આ દિવસે જે જિલ્લાઓમાં મતદાન હશે તે જિલ્લાઓની સ્કૂલો-કોલેજોથી માંડી સરકારી કચેરીઓ બંધ રહેશે.સ્કૂલો-કોલેજોમાં મતદાન મથક પણ રાખવામા આવે છે જેથી વ્યવસ્થાના ભાગરૃપે તેમજ કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે સ્ટેચ્યુટરી જોગવાઈ મુજબ રજા આપવામા આવતી હોય છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષીણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન છે ત્યારે આ 89 બેઠકો-મતવિસ્તારો છે ત્યાંના જીલ્લાની તમામ સ્કૂલો-કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાંથી માંડી સરકારી કચેરીઓમાં 1 ડિસેમ્બરે જાહેર રજા રહેશે. ઉપરાંત પાંચમી ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન છે.જેમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. 5 ડિસેમ્બરે આ જિલ્લાઓની સ્કૂલો-કોલેજો અને શિક્ષણ સંસ્થાઓથી માંડી સરકારી કચેરીઓમાં રજા રહેશે. શિક્ષકો,અધ્યાપકોથી માંડી વહિવટી કર્મચારીઓ સહિતના મોટા ભાગના સરકારી કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા છે ઉપરાંત સ્કૂલો-કોલેજોમાં મતદાન મથકો રાખવામા આવે છે અને વધુને વધુ લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચના નિયમ મુજબ ચૂંટણીના દિવસે જાહેર રજા આપવામા આવે છે.