અહમદ પટેલના પુત્ર 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ક્યા મતવિસ્તારમાંથી લડી શકે છે ચૂંટણી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Feb 2021 09:11 AM (IST)
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે રાજકારણમાં આવવાના અને ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે.
અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે રાજકારણમાં આવવાના અને ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. આ પહેલાં ફૈઝલ પટેલે રાજકારણમાં આવવાનો ઈન્કાર કર્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં ગુરૂવારે સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ જોડાયા હતા. ફૈઝલ પટેલ પહેલી વખત આ રીતે ચૂંટણી પ્રચારમાં સક્રિય જોવા મળ્યા છે. અમદાવાદના લઘુમતિ સમાજના મતદારોનું પ્રભુત્વ છે તેવા ખાડિયા વોર્ડમાં તેમણે પ્રચાર કર્યો હતો. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાઈ કમાન્ડ તેમને ચૂંટણી લડવાનું કહેશે તો 2022ની ચૂંટણીમાં તેઓ ભરૂચમાંથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ વિશે તેમણે જણાવ્યું હતું કે, ગમે તેટલી પાર્ટી અહીંયા જોર લગાવે પરંતુ તેમણે જોયું છે કે કોંગ્રેસની લહેર ચાલી રહી છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસને સારું પરિણામ મળશે.