Gujarat Election 2022 Live: સાણંદ ભાજપના ઉમેદવાર કનુભાઈ પટેલે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભર્યું ફોર્મ

Gujarat Election 2022: ગુજરાતમાં બ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે.

gujarati.abplive.com Last Updated: 15 Nov 2022 02:16 PM
આણંદ વિધાનસભાના ઉમેદવાર યોગેશભાઈ પટેલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું

CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આણંદ વિધાનસભાના ઉમેદવાર યોગેશભાઈ પટેલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીને ઉમેદવારી પત્ર આપી ઉમેદવારી નોંધાવી હતી. ભારે જન મેદની વચ્ચે આણંદ અક્ષર ફાર્મ ખાતે મુખ્ય મંત્રીની ઉપસ્થતિમાં જાહેર સભા યોજાયા બાદ નામાંકન પત્ર ભરવા આવ્યું. સંસદ સભ્ય મિતેશ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાવપુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લા ઉમેદવારી નોંધાવી

રાવપુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લાએ 5 km થી વધુની રેલી સ્વરૂપે યાત્રા કાઢી કલેકટર કચેરી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા  હતા. તેમની સાથે  કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી  અને  હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયા હતા.

અમદાવાદ જિલ્લાની દસક્રોઈ વિધાનસભા બેઠકના ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરશે..

અમદાવાદ જિલ્લાની દસક્રોઈ વિધાનસભા બેઠકના ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલ આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે.  કમોડ સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર છે. જ્યાં  કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા જાહેર સભાને સંબોધશે.  જે બાદ રેલી સ્વરૂપે બાબુ જમનાદાસ પટેલ કેન્દ્રીય મંત્રીની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે.

અમદાવાદ જિલ્લાની દસક્રોઈ વિધાનસભા બેઠકના ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરશે..

અમદાવાદ જિલ્લાની દસક્રોઈ વિધાનસભા બેઠકના ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલ આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે.  કમોડ સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર છે. જ્યાં  કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા જાહેર સભાને સંબોધશે.  જે બાદ રેલી સ્વરૂપે બાબુ જમનાદાસ પટેલ કેન્દ્રીય મંત્રીની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે.

CR પાટીલ ચાણસ્મા મત વિસ્તારમાં જાહેર સભા સંબોધશે

CR પાટીલ ચાણસ્મા મત વિસ્તારમાં જાહેર સભા સંબોધશે. જાહેર સભા બાદ ચાણસ્મા ભાજપના ઉમેદવાર પૂર્વમંત્રી દિલીપ ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરશે. ચાણસ્મા મત વિસ્તારના કાર્યકરો તેમજ સમર્થકો દ્વારા બાઈક રેલી યોજી દિલીપ ઠાકોર સાથે ફોર્મ ભરવા જશે.

સુરતમાં 16 બેઠક માટે 257 ઉમેદવારે 362 ફોર્મ ભર્યાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબકકાનું મતદાન યોજાશે. સુરતમાં કુલ 16 બેઠક માટે 257 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.



  • સૌથી વધુ લિંબાયત બેઠક માટે કુલ 54 ઉમેદવારોએ 66 ફોર્મ ભર્યા 

  • જ્યારે મજુરા બેઠક પર 7 ઉમેદવારોએ કુલ 16 ફોર્મ ભર્યા 

  • ઓલપાડ બેઠક પર 19 ઉમેદવારોએ 26 ફોર્મ ભર્યા

  • માંગરોળ બેઠક પર 8 ઉમેદવારોએ 12 ફોર્મ ભર્યા

  • માંડવી બેઠક પર 11 ઉમેદવારોએ 14 ફોર્મ ભર્યા

  • કામરેજ બેઠક પર 17 ઉમેદવારોએ 23 ફોર્મ ભર્યા

  • સુરત પૂર્વ બેઠક પર 25 ઉમેદવારોએ 33 ફોર્મ ભર્યા

  • વરાછામાં 9 ઉમેદવારોએ 15 ફોર્મ ભર્યા

  • કરંજમાં 12 ઉમેદવારોએ 21 ફોર્મ ભર્યા

  • લિંબાયતમાં 54 ઉમેદવારોએ 66 ફોર્મ ભર્યા

  • ઉધનામાં 20 ઉમેદવારોએ 29 ફોર્મ ભર્યા

  • કતારગામમાં 14 ઉમેદવારોએ 18 ફોર્મ ભર્યા

  • સુરત પશ્ચિમ બેઠક પર 15 ઉમેદવારોએ 22 ફોર્મ ભર્યા

રાજકોટ દક્ષિણના ઉમેદવાર રમેશ ટીલાળાએ ખોડલધામના ટ્રસ્ટી પદેથી આપ્યું રાજીનામુ

ખોડલધામ ટ્રસ્ટનો નિયમ છે કે જે ટ્રસ્ટી સક્રિય રાજકારણમાં જાય કે ચૂંટણી લડેએ ટ્રસ્ટી ન રહી શકે. જેને લઈ  રાજકોટ દક્ષિણના ઉમેદવાર રમેશ ટીલાળાએ ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપ્યું છે.  આ પહેલા પણ ચૂંટણી લડનારા ટ્રસ્ટીઓ રાજીનામાં આપી ચુક્યા છે .

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Election Updates: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 182માંથી 178 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર સીટના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, જેમાં ખેડા, ખેરાલુ, માંજલપુર અને માણસા બેઠક પર કોને ટિકિટ આપવી તે નક્કી થઈ શક્યું નથી. આ અંગે દિલ્હીમાં મનોમંથન ચાલુ છે. જ્ઞાતિગત સમીકરણો અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગીમાં આ કોકડું ગુંચવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.


પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કેટલા ફોર્મ ભરાયા



  • પહેલા તબક્કાબા યોજાનાર ચૂંટણીમા વિધાનસભા સીટો મા કુલ  1362 ઉમેદવારી ફોર્મ ભરાયા

  • પહેલા તબકકમાં 89 સીટો પર થવાનું છે મતદાન

  • 89 વિધાનસભા સીટો માટે પક્ષ અપક્ષ સહિત કુલ 1362 ઉમેદવારો મેદાને

  • આજે ઉમેદવારી ફોર્મની થશે ચકાસણી

  • 17 મી નવેમ્બર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવવાનો છેલ્લો દિવસ

  • બીજા તબક્કાની 93 બેઠકો માટે અત્યાર સુધી 95 ફોર્મ ભરાયા

  • બીજા તબક્કા માટે ના ફોર્મ ભરવાનો 17 મી નવેમ્બર છેલ્લો દિવસ

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.