Gujarat Election 2022 Live : પ્રથમ તબક્કામાં 39 પક્ષોના 788 ઉમેદવારો મેદાનમાં, 70 મહિલા

Gujarat Election 2022: ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણી માટે વિવિધ પક્ષો-ઉમેદવારોની વિગતો જાહેર કરી છે.જેમાં વિવિધ રાજકીય પક્ષોની યાદી પણ જાહેર કરવામા આવી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 19 Nov 2022 05:06 PM
AIMIM ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો

અમદાવાદના બાપુનગરથી વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં  AIMIM  બાપુનગરના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. બાપુનગરના AIMIM ના ઉમેદવાર શાહનવાઝ ખાન પઠાણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. તમને જણાવી દઈએ કે, શાહનવાઝ ખાન પઠાણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો ભત્રીજો છે. ફોર્મ પરત લઇને શાહનવાઝ ખાન પઠાણે કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. આમ બાપુનગર બેઠક પર કોંગ્રેસને થોડી રાહત મળી છે.

ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યા

ગુજરાત વિધાનસભાની ચૂાંટણીમાાં કુલ 4,91,35,400 મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો,  2,53,59,863 પુરૂષ મતદારો તથા 1391 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે

રાજ્યમાં 100 વર્ષ કે તેનાથી વધુ વયના કુલ 10,460 મતદારો

  • ગુજરાતમાં બે તબક્કામાં 51,839 પોલીંગ સ્ટેશનમાં મતદાન યોજાશે : પી. ભારતી

  • અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન 5610 , જ્યારે સૌથી ઓછા ડાંગમાં 335

  • ગુજરાતમાં 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

  • રાજ્યમાં કુલ મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો તથા 2,53,59,863 પુરૂષ મતદારો

  • કુલ 1391 થર્ડ જેન્ડર મતદારો પૈકી સૌથી વધુ 226 થર્ડ જેન્ડર મતદારો વડોદરામાં

  • રાજ્યમાં 100 વર્ષ કે તેનાથી વધુ વયના કુલ 10,460 મતદારો

  • 18થી 29 વર્ષની વયજૂથના 1,15,10,015 યુવા મતદારો

  • રાજ્યમાં માત્ર ત્રણ જિલ્લાઓ દાહોદ , નવસારી અને તાપીમાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધારે

સુરત ખાતે ગુરુકુળ ના બાળકોએ આપ્યો અનોખો સંદેશ.

સુરત ખાતે ગુરુકુળના બાળકોએ મતદાન જાગૃતિ માટે વિશાળ માનવકૃતિ બનાવી અનોખો સંદેશ આપ્યો. વિદ્યાર્થીઓ એ 'વોટ ફોર ગુજરાત' ની વિશાળ માનવકૃતિ બનાવીને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા અનુરોધ કર્યો. ગુરુકુળના સ્વામીજી એ મતદાન કરવા લોકોને અપીલ કરી.

રાજકોટ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનાં આગમનને લઈને તૈયારીઓ શરૂ.

રાજકોટ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનાં આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શાસ્ત્રીમેદાન ખાતે વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. સોમવારે સાંજે રાહુલ ગાંધી ચૂંટણી સભા સંબોધી ગુજરાતમાં પ્રચારની  શરૂઆત કરશે. 50 હજાર કરતા વધુ મેદની એકઠી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ચારેય કોંગી ઉમેદવારો હાજર રહેશે. અત્યાર સુધી સાયલન્ટ રહેલી કોંગ્રેસ પ્રચાર મેદાનમાં ઉતરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે.

ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ચૂંટણીમાં ફાવ્યો નથીઃ રિવાબા જાડેજા

ભાજપમાં  ટિકિટને લઈને કોઈને નથી મન દુખ -નડ્ડા 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ રાજકોટમાં એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત  કરી. જેમાં તેમણે કહ્યું, ભુપેન્દ્ર પટેલ સીએમ તરીકે યથાવત રહેશે. મેધા પાટકર લઈને રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં  કહ્યું રાહુલ ગાંધી દેશને તોડવારનું  કામ કરે છે. ભાજપમાં  ટિકિટને લઈને કોઈને  મન દુખ નથી. 

બાયડ શહેર માં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલય નો શુભારંભ

બાયડ શહેરમાં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાએ  શુભારંભ કર્યો છે. તેમણે મતદારોના જંગી સાથ સહકારની આશા સાથે જંગી મતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

મોરબી ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાએ શું કહ્યું ?

મેઘા પાટકર ભારત જોડો યાત્રામાં સામેલ થતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા

મહેસાણા જિલ્લામાં 21 માંથી 7 ઉમેદવાર ધોરણ 12 થી પણ ઓછું ભણેલા

  • ઊંઝાના ભાજપ ના ઉમેદવાર કિરીટ પટેલ ની વાર્ષિક આવક 1.78 કરોડથી વધુ

  • મહેસાણા ખેરાલુ આપના ઉમેદવર ની વાર્ષિક આવક નીલ

  • ઊંઝા બેઠકના આપના ઉમેદવાર સૌથી નાની વયના


વડાપ્રધાન આવશે ગુજરાત

ગુજરાત ચૂંટણીને લઈ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવશે. આજરોજ તેઓ વલસાડ જિલ્લામાં આવશે. સાંજે 7 વાગ્યે દમણ કોસ્ટ ગાર્ડ પર ઉતરી દમણમાં  રોડ શો યોજાશે, ત્યારબાદ દાભેલ ચેકપોસ્ટ પર  તેમનું સ્વાગત થશે. ચલા રોડ પર  રોડ શો કરશે અને ત્યાર બાદ તેઓ વલસાડના જૂજવા ગામે પહોચીને જનસભા સંબોધશે. રાત્રી રોકાણ વલસાડમાં કરશે.

2017માં કુલ કેટલા ઉમેદવારો મેદાનમાં હતા

ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કામાં કુલ મળીને 65 રાજકીય પક્ષો હતા અને ગત ચૂંટમીમાં જે કેટલાક પક્ષો હતા તે હવે આ વખતે ચૂંટણીમાં મેદાનમાં નથી. ગત ચૂંટણીમાં કુલ 182 બેઠકો સામે જ્યાં 1828 ઉમેદવારો હતા ત્યારે આ વખતે પ્રથમ તબક્કામાં 89 બેઠકો સામે 788 ઉમેદવારો મુજબ પ્રતિ બેઠકે સરેરાશ 9થી ઓછા ઉમેદવારો લડી રહ્યા છે.

કેટલા છે અપક્ષ ઉમેદવારો

ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી બાદ સૌથી વધુ 57 ઉમેદવારો બીએસપી દ્વારા અને 14 ઉમેદવારો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા ઉભા રાખવામા આવ્યા છે.જ્યારે અન્ય પક્ષો દ્વારા 10 ઓછા અને ઘણા પક્ષોએ તો માંડ એકથીત્રણ ઉમેદવાર જ ઉભા રાખ્યા છે. કુલ પક્ષોમાં ઈન્ડિપેન્ડન્ટ તરીકે 339 ઉમેદવારો છે.જેમાં 35 મહિલાઓ છે અને 304 પુરુષો છે.મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં ભાજપના 89 ઉમેદવારોમાં 9 મહિલા ઉમેદવાર અને કોંગ્રેસના 89 ઉમેદવારોમાં છ મહિલા ઉમેદવારો તેમજ આપના 88 ઉમેદવારોમા પાંચ મહિલા ઉમેદવારો છે

39 રાજકીય પક્ષો મેદાનમાં

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નેશનલ,સ્ટેલ લેવલ અને લોકલ પાર્ટી સહિતની 39 રાજકીય પાર્ટીઓ છે.જેમાં ભાજપ,કોંગ્રેસ, આપ,બીએસપી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, એઆઈએમઆઈએમ, સહિતના પક્ષો છે જ્યારે અન્ય સ્થાનિક પક્ષો છે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Assembly Elections 2022 Updates: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ 39 રાજકીય પક્ષોના ઉમેદવારો છે. 39 પક્ષોના કુલ 788 ઉમેદવારોમાં 70 મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં 339 અપક્ષ ઉમેદવારો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.