Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા માટે ભાજપે 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. 



  • ભાવનગર પૂર્વમાંથી સેજલ પંડ્યા

  • ધોરાજીથી મહેન્દ્રભાઈ પડાળિયાને

  • ખંભાળીયાથી  મુળુ બેરા

  • ડેડીયાપાડાથી હિતેશ વસાવા

  • ચોયાર્સીથી સંદીપ દેસાઈ

  • કુતિયાણાઃ ઢેલીબેન ઓડેદ્રા






ગુજરાત ચૂંટણીને લઈ ભાજપે બનાવ્યું રેપ સોંગ


વિધાનસભાની  ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે પક્ષો-ઉમેદવારો દ્વારા સતત નવા ગતકડાં કરવામાં આવી રહ્યા છે. ભાજપના સાંસદ-અભિનેતા રવિ કિશને ગુજરાત ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે ગુજરાતી-ભોજપુરી મિશ્રિત રેપ સોંગ તૈયાર કર્યું છે અને જેને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ રેપ સોંગના માધ્યમથી વિપક્ષના નેતાઓના એ સવાલોના ઉત્તર આપવામાં આવ્યા છે, જેઓ 'ગુજરાતમાં શું છે?' તેમ કહીને ભાજપને ઘેરતા રહ્યા છે. 'ગુજરાત મેં કા બા (ગુજરાતમાં શું છે?)...ગુજરાતમાં મોદી છે...' તે આ રેપ સોંગના શબ્દો છે. આ ગીતમાં નરેદ્ર મોદીની પ્રમાણિક્તા, ભ્રષ્ટાચાર-પરિવારવાદ સામે તેમની નીતિ, ગુજરાતનો વિકાસ, ગાંધી-સરદારની ધરોહર, સોમનાથ-દ્વારકાનો પણ ઉલ્લેખ છે. આ ગીતને આગામી ટૂંક સમયમાં યુ ટયુબ પર લોન્ચ કરાશે. આ ઉપરાંત ચૂંટણી સભાઓ દરમિયાન પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. રવિ કિશને અગાઉ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી વખતે ભોજપુરી રેપ સોંગ 'યુપી મેં સબ બા' બનાવ્યું હતું.


વોટર લિસ્ટમાં ન હોય નામ તો કરો આ કામ, નોંધાઈ જશે મતદાર યાદીમાં નામ


Voter ID Card: મતદાર આઈડી કાર્ડ કોઈપણ ચૂંટણીનો આધાર છે. અવારનવાર આવી સમસ્યા જોવા મળી છે કે ચૂંટણી કાર્ડ તો બને છે પરંતુ મતદાર યાદીમાં નામ નથી હોતું. જેના કારણે ઘણા મતદારો પોતાનો કિંમતી મત આપી શકતા નથી. જો કે, હવે તમારે વારંવાર આ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય અને જો તમારું નામ મતદાર યાદીમાં ન હોય તો શું કરવું.


નોંધાયેલા મતદારોની મતદાર યાદીમાં નામ ન હોવાના કારણો શું હોઈ શકે?


જો તમે મતદાર તરીકે ચૂંટણીમાં મત આપવા માટે પાત્ર છો તેવા મતદારક્ષેત્રની અંદરના નવા સરનામા પર ગયા છો, તો તમારે nic.gov.in વેબસાઈટ પરથી ફોર્મ 8A ડાઉનલોડ કરવાનું રહેશે. ચૂંટણી નોંધણી અધિકારી (ERO) ની કચેરી અને મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારી (AERO) ની કચેરીમાંથી તમને ફ્રી ફોર્મ મળશે.


જો તમે અલગ મતવિસ્તારમાં નવા સરનામા પર જાઓ છો. જ્યાંથી તમે પ્રથમ ચૂંટણીમાં મત આપવા માટે મતદાર તરીકે લાયક હતા, તમારે ક્યાં તો વેબસાઇટ nic.gov.in પરથી ફોર્મ 6 ડાઉનલોડ કરવું પડશે અથવા તમારે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર (ERO) અને મદદનીશ ચૂંટણી અધિકારીની ઑફિસની મુલાકાત લેવી પડશે. જ્યાંથી તમને ફોર્મ મળશે.


જો મતદાર પોતાનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માંગે છે, તો આવી સ્થિતિમાં વ્યક્તિએ EROમાંથી ફોર્મ 7 ડાઉનલોડ કરવું પડશે અથવા તમે AERO પરથી પણ મેળવી શકો છો.


જો ભૂલથી તમે તમારી મતદાર યાદીમાં ખોટું નામ દાખલ કર્યું છે જેના કારણે તમે મતદાન કરી શકતા નથી, તો તમારે તમારી માહિતી સુધારવા માટે ફોર્મ 8 ભરવું પડશે.