ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોગ્રેસ આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. મળતી જાણકારી અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસ આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. અશોક ગેહલોત સહિતના નેતાઓની હાજરીમાં કૉંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.
કૉંગ્રેસે રાજ્ય માટે એક અને બેઠક મુજબ 182 ચૂંટણી ઢંઢેરા તૈયાર કર્યા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. ગુજરાતના નિરીક્ષક અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહેશે.
લોકો પાસેથી સૂચનો મેળવીને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા તૈયાર કર્યા છે.
Gujarat Election 2022: કૉંગ્રેસની 6 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, એક બેઠક પર બદલ્યા ઉમેદવાર, જાણો
Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે 6 ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ધારી બેઠક પરથી ડો. કિર્તી બોરીસાગરને ટિકિટ આપવામાં આવી છે. વઢવાણથી તરુણ ગઢવીને ટિકિટ આપી છે. રાપરથી બચુભાઈ અરેઠીયાને ટિકિટ આપી છે. નવસારીથી દીપક બારોટને ટિકિટ આપી છે. નાંદોદથી હરેશ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ગણદેવીથી કૉંગ્રેસે ઉમેદવાર બદલ્યા છે પહેલા શંકર પટેલને ટિકિટ આપી હતી હવે અશોક પટેલને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રથમ યાદીમાં 46 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવાર અને ત્રીજી યાદીમાં 6 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ રીતે ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 95 ઉમેદવારો જાહેર કરાયા છે.
Gujarat Election 2022: ગુજરાત ચૂંટણી પહેલા AAP ને મોટો ઝટકો, આ નેતા જોડાયા ભાજપમાં
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ રાજભા ઝાલા આજે ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં તેના ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે પાર્ટીના નેતાઓનો પક્ષ બદલવાનો સમય પણ ચાલી રહ્યો છે.