Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો હજુ જાહેર નથી થઈ ત્યાં રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. હાલ દિલ્હી સીએમ કેજરીવાલ અને આપના ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢા ગુજરાત પ્રવાસે છે.  રાઘવ ચઢ્ઢાએ કહ્યું, આજે પરમપૂજ્ય બાપુની પવિત્ર ધરતી પર, દાંડીની પવિત્ર માટીને હાથમાં લઇ અમે શપથ લઈએ છીએ કે આજથી અમે ગુજરાત પરિવર્તન સત્યાગ્રહની શરૂઆત કરીશું. ગુજરાતે હંમેશા ભારત દેશને રાહ બતાવી છે. સાબરમતીના સંત મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લઇ અમે ગુજરાત પરિવર્તન સત્યાગ્રહની શરૂઆત કરવા જઈ રહ્યા છે.


75 વર્ષમાં જે ભારત નથી બન્યું એ હવે આપ બનાવશેઃ રાઘવ ચઢ્ઢા


ગુજરાતમાં આપ સરકાર બનશે એટલે વીજળી પાણી મફત મળશે. 75 વર્ષમાં જે ભારત નથી બન્યું એ હવે આપ બનાવશે. સ્વચ્છ ઈમાનદાર લોકોની જરૂર છે. આઈબીના રિપોર્ટમાં આપની સરકાર બનવા જઇ રહી છે. કોંગ્રેસની 10 સીટ પણ નહીં. આવે. બધા લોકો મળીને ઝાડુના સિમ્બોલ પર આપણી સરકાર બનાવશે. લોકો હવે પરિવર્તન  માંગે છે, અરવિંદ કેજરીવાલ મોડલને આપનાવવા માંગે છે.


2022માં ભાજપની છેલ્લી દિવાળી હશેઃ રાઘવ ચઢ્ઢા


આ ઉપરાંત તેમણે કહ્યું, પરિવર્તન લાવે છે, અરવિંદ કેજરીવાલ આવે છે. 2022માં ભાજપની છેલ્લી દિવાળી હશે. કાલે અંગેજોની જે હુકુમત છે એ પરિવર્તન કરવાની જરૂર છે.


ગાય મુદ્દે કેજરીવાલે શું આપી ગેરંટી


અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ગાય મુદ્દે ગેરન્ટી આપી હતી. કેજરીવાલે દરેક ગાયના નિભાવ માટે દરરોજના 40 રૂપિયા આપવાનો દાવો કર્યો હતો. ગુજરાતમાં AAPની સરકાર બનતા અમે ૪૦ રૂપિયા પ્રતિ ગાય, પ્રતિ દિવસ તેમની સારસંભાળ માટે આપીશું તથા પ્રત્યેક જિલ્લામાં પાંજરાપોળ બનાવવામાં આવશે. જ્યાં એવા ગાયો કે જે રસ્તામાં રજળે છે અથવા જેમને દૂધ આપવાનું બંધ કરી દીધું છે એમની પાંજરાપોળમાં સારસંભાળ કરવામાં આવશે


નેતાની નહીં જનતાની મરજીથી કામ થશે: કેજરીવાલ


અરવિંદ કેજરીવાલ ગુજરાતી ભાષા માં લોકોને કેમ છો કહીને અભિવાદન કરી કહ્યું, ગુજરાતમા મોટા બદલાવની જરુર છે. કાર્યકરોને મહેનત કરવા તેમણે આહ્વાન કર્યું. જે બાદ કહ્યું, ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબુદ કરશે. પ્રાઈવેટ સ્કૂલમાં ફી બંધ થશે. સ્કૂલનું ઓડિટ કરાવાશે, નેતાની મરજીએ નહી જનતાની મરજીથી કામ કરશે.