Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ભાજપે કોગ્રેસ, આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ કરીને એક તરફી વિજય મેળવ્યો હતો. ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજ્યના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ભાજપના ઉમેદવાર 150 કરતાં વધુ બેઠકો પર વિજયી થયા છે. આ ચૂંટણીમાં 14 મહિલા ઉમેદવારો વિજેતા થયા છે. જે પૈકી 13 મહિલાઓ ભાજપ તરફથી, જ્યારે કોંગ્રેસના એક માત્ર ગેનીબેન ઠાકોર વાવ બેઠક પરથી વિજેતા થયા છે.
ભાજપના જીતેલા મહિલા ઉમેદવાર
દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમ બેઠક
રિવાબા જાડેજા જામનગર ઉત્તર
સેજલ પંડ્યા- ભાવનગર પૂર્વ
કંચનબહેન રાદડીયા- ઠક્કરબાપાનગર
નીમિષાબહેન સુથાર- મોરવાહડફ
માલતીબહેન મહેશ્વરી- ગાંધીધામ
ડૉ. પાયલ કુકરાણી-નરોડા
દર્શનાબહેન વાઘેલા- અસારવા
ભાનુબહેન બાબરીયા- રાજકોટ ગ્રામ્ય
ગીતાબા જાડેજા- ગોંડલ
રીટાબહેન પટેલ- ગાંધીનગર ઉત્તર
મનીષાબહેન વકીલ- વડોદરા શહેર
સંગીતા પાટીલ- લિંબાયત
કૉંગ્રેસના જીતેલા મહિલા ઉમેદવાર
ગેનીબેન ઠાકોર- વાવ
શું કહ્યું સી.આર.પાટીલે
સી.આર.પાટીલે કહ્યું, ગુજરાતના લોકોના આશીર્વાદથી ભાજપનો વિજય થયો. ૨૭ વર્ષ પછી ફરીથી ભારતીય જનતા પાર્ટી ૫ વર્ષ માટે સરકાર બનાવવા જઈ રહી છે. આ વિજય માં હું નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. આ વિજયના શિલ્પકાર નરેન્દ્ર મોદી છે, જેમને કઠોર પરિશ્રમ કર્યો. નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતા દિલથી ચાહે છે. અમિત શાહ નો પણ આભાર વ્યક્ત કરું છું, જેમને ૩૩ સભા કરી, રોડ શો કર્યા. જેપી નડ્ડાનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમણે અમારું માર્ગદર્શન કર્યું. ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પ્રચાર માટે આવ્યા તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વિકાસ ભાજપની ડબલ એન્જિનવાળી સરકાર કરી શકે તેનું ઉદાહરણ આ પરિણામ છે. ગુજરાતમાં બીજી પાર્ટીએ ઘણા વચનો કર્યા, વાતો કરી પરંતુ તે સરકાર તો બનાવવાની જ નહોતી. આ ગુજરાત છે જે સમર્થ અને અભિવાદનને ઓળખે છે, બીજી પાર્ટીને નકારીને ભાજપને ભવ્ય વિજય અપાવ્યો. મને વિશ્વાસ છે ગુજરાત જનતાનાં આશીર્વાદથી આ સરકાર બની છે. યુવા મહિલા, કિસાન યુવા મતદાતાઓને ગુજરાતને સુરક્ષિત રાખવા માટે જે વિશ્વાસ રાખ્યો છે. શપથ વિધિ ૧૨ તારીખે ૨ વાગ્યે થશે.