Gujarat Assembly Elections: વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીની સાથે સાથે વિવિધ સમાજના આગેવાનો પણ સક્રિય થયા છે. જ્યારથી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં અનેક જગ્યાએ અર્બુદા સેનાએ મહાસંમેલનો યોજ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ વિપુલ ચૌધરીની ધરપકડને વખોડી કાઢી હતી.
તો હવે સમાચાર આવી રહ્યા છે કે, આજે અર્બુદા સેનાના આગેવાનો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમીના પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી હતી. દૂધસાગર ડેરીમાં 2015માં કસ્ટોડિયન કમિટીએ એક વસ્તુની ખરીદી માટે દિલ્હીની સેરીબ્રેટ બિઝનેસ કન્સેન્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપી ચેકથી પેમેન્ટ આપી રોકડા પરત લઈ ભ્રષ્ટાચાર કરેલ હતો. કસ્ટોડિયન કમિટીના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવા બાબતે આવેદન આપવામાં આવ્યું. અર્બુદા સેના દ્વારા અરવિંદ કેજરીવાલને આવેદન આપવામાં આવ્યું.
અમરેલીના રાજકારણમાં ભૂકંપ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ યથાવત છે. ઘણા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. હવે કડીમાં અમરેલી જિલ્લાના રાજકારણમાં પણ ભુકંપ સર્જાયો છે. ભાજપના આગેવાન અને બગસરા APMC ના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયાએ આમ આદમીનો ખેસ પહેર્યો છે. દીલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલના હાથે તેઓ આપ પાર્ટીમાં જોડાયા છે. વર્ષોથી ભાજપમાં રહેલા કાંતિ સતાસીયાએ અચાનક જ કેસરીયો ઉતારીને આપ પાર્ટીમાં જોડાતા બગસરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
નોંધનિય છે કે, દિલીપ સંઘાણી અને બાવકુ ઊંધાડના નજીકના ગણાતા કાંતિ સતાસીયા આમ આદમી પાર્ટીમાં જોડાતા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ફટકો લાગ્યો છે. તો બીજી તરફ ધારી વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના સબળ ઉમેદવાર તરીકે કાંતિ સતાસીયા મેદાનમાં ઉતરી શકે છે.
ઉંઝામાં આમ આદમી પાર્ટીની સભા
ઉંઝામાં આમ આદમી પાર્ટીની સભામા ઉમટી મોટી જન સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યુ કે, કોગ્રેસ કોમામાં જતી રહી છે. 2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ સભાઓ યોજી રહ્યા છે. મહેસાણાના ઊંઝા ખાતે આજે આપની જનસભા યોજાઇ હતી. પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રી સભાને સંબોધન કર્યું હતું. પંજાબના મુખ્યમંત્રીએ કોંગ્રેસ અને ભાજપ બંને ઉપર પ્રહાર કર્યા હતા. સભાને સબોધન કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ વેચાવ પાર્ટી છે. દેશમાંથી કોંગ્રેસ જતી રહી છે તો બીજી તરફ ભાજપ સરકાર ઉપર પણ પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપ વિકાસના નામે લોકોની છેતરી રહી છે. ગુજરાતની જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં લઈ લેશે. રાજ્યમાં મોઘવારી વધી રહી છે. મહિલાઓ મોઘવારીથી પરેશાન છે.
ગુજરાતમાં AAPની આંધી ચાલી રહી છે: કેજરીવાલઆમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ડીસામાં જાહેરસભા સંબોધવા પહોંચ્યા છે. ડીસા ખાતે જંગી જાહેરસભામાં આપ નેતાઓ દ્વારા ભાજપ અને કોંગ્રેસ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના આગમનને લઈને આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ડીસા હવાઈ પિલર ખાતે કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ઈશુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિતના આપના આગેવાન હાજર રહ્યા હતા.