Monsoon Season: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થાય તે પહેલા ચોમાસું સત્ર યોજાઈ શકે છે. બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર મળી શકે છે. આગામી 22-23 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર બોલાવવાની તૈયારીએ થઈ રહી છે.  વિધાનસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું સત્ર હશે. આવતા અઠવાડિયે કેબિનેટ બેઠકમાં નક્કી થયા બાદ વિધાનસભા સત્રનુ આહવાન થઈ શકે છે.


બે દિવસના ટૂંકા સત્રમાં શું થશે


વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં પહેલા દિવસે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપીને કામકાજ બંધ રખાશે. જ્યારે સત્રના બીજા દિવસે વિધાનસભાનું કામકાજ હાથ ધરાશે.


 રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન આ વ્યક્તિ પાસે છે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ


દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 31મી ઓગસ્ટે આવશે. ગણેશ ઉત્સવનો તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણપતિનો જન્મ ચતુર્થીના દિવસે થયો હતો. હાલ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યના તમામ શહેરો, ગામડાઓમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન શિવાભાઈ લીંબાસીયા પાસે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ છે. રાજકોટના ચંદેશનગરમાં રહેતા શિવાભાઈને ગણેશબાપા પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. હિરણ નદીમાંથી 2000 વર્ષ જૂની અલોકિક મૂર્તિ મળી આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન અનેક લોકો નાનામાં નાની મૂર્તિથી લઈ અને મોટી મૂર્તિના દર્શન કરવા માટે આવે છે.
આ પ્રાચીન મૂર્તિઓ શિવાભાઈ લીંબાસીયા રાત-દિવસ મહેનત કરીને દેશના ખૂણે ખૂણેથી લઈ આવ્યા છે.


ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ


દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 591 નવા કેસ નોંધાયા છે અને 45 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 1845 નો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 84 હજાર 931 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 2 હજાર 993 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 799 પર પહોંચ્યો છે.  અત્યાર સુધીમાં કુલ 211 કરોડ 91 લાખ 5 હજાર 738 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 24 લાખ 70 હજાર 330 ડોઝ અપાયા હતા.