ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પાંચ દિવસના ટૂંકા સત્રમાં ત્રીજા દિવસે બુધવારે મોડી રાત સુધી કામગીરી ચાલુ રહી હતી. આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલૈષ પરમાર અને નાયબ મુખ્યમંત્ર નીતિન પટેલ વચ્ચે ચકમક ઝરી હતી. પરમારે વિધાનસભાનું સત્ર લંબાવવાનું કહેતાં નીતિન પટેલે સામું પરખાવ્યું હતું કે, ભાઈ, અમનેય અહીં બેસવાનો શોખ નથી પણ વટહુકમને કાયદામાં બદલવાના છે એટલે પાંચ દિવસ કર્યા છે.

વિધાનસભામાં ખરડાઓ પરની ચર્ચામાં ધારાસભ્યો ખરડાઓ અંગે સૂચનો કરવાના બદલે કે સુધારા કરવાને બદલે રાજકિય આક્ષેપબાજી વદારે કરે છે. તેના કારણે ખરડા ઝડપથી પસાર થતા નથી અને મોડી રાત સુધી કામ ચાલુ રહે છે.

વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલૈષ પરમારે આક્ષેપબાજીને બદલે નક્કર વિચાર, રજૂઆત અને ચર્ચા પર ભાર મૂકીને સંસદની જેમ અહીં પણ સત્ર સમાપ્ત કરવા દરખાસ્ત લાવવા પડકાર ફેંક્યો હતો. પરમારની વાતથી અકળાયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ભાઈ, અમનેય અહીં બેસી રહેવાનો શોખ નથી થતો. કોરોનાને કારણે બજેટ સત્ર ટૂંકાવ્યુ એ વખતના ખરડા બાકી છે, તેના વટહુકમ બહાર પાડવા પડ્યા ને તેમને કાયદામાં પરિવર્તિત કરવા માટે સત્ર બોલાવવું જરૂરી છે એટલે બંધારણી મજબૂરીને કારણે સત્ર બોલાવ્યું છે.

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ