અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થતા ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ સહીત માધ્ય ગુજરાતમાં પણ સમી સાંજે હળવો વરસાદ પડી શકે છે.
આ દરમિયાન સાવરકુંડલા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. પીપરડી, ઘોબા, મોટાભમોદ્રા ગામે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી અને તલનો પાક નિષ્ફળ ગયા બાદ હવે ખેડૂતોને કપાસનો પાક પણ પાણીમાં જાય તેવી આશંકા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદ પડશે.
દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, વલસાડ, દાદરાનગર હવેલી, નવસારી સહીતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા નડિયાદ, ખેડા, આણંદ સહીતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ખાબકશે ધોધમાર વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2020 03:55 PM (IST)
વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થતા ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ સહીત માધ્ય ગુજરાતમાં પણ સમી સાંજે હળવો વરસાદ પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -