ગુજરાત ભાજપે અનેક જિલ્લાઓ અને તાલુકામાં મંડળ પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં મંડળ પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે. BJP દ્વારા જિલ્લાઓમાં મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરી માહિતી અપાઈ છે.

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કલ્પેશ પટેલની નિમણૂક કરાઇ છે તો હિંમતનગર તાલુકા પ્રમુખ તરીકે હિતેન્દ્ર પટેલ અને હિંમતનગર શહેર પ્રમુખ પદે કુલદીપ પાઠકની વરણી કરાઇ હતી. ખેડબ્રહ્મા શહેર પ્રમુખ પદે બ્રિજેશ બારોટને જવાબદારી સોંપાઇ હતી.

અરવલ્લી જિલ્લા ભાજપના નવીન તાલુકા પ્રમુખોની જાહેરાત કરાઇ હતી. મોડાસા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મહિપાલસિંહ રાઠોડની નિમણૂક કરાઇ છે. ભિલોડા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મનોજ પટેલની વરણી કરવામાં આવી છે. ધનસુરા તાલુકાના પ્રમુખ તરીકે અવધેશ પટેલ અને મોડાસા શહેર પ્રમુખ તરીકે વિપુલ કડિયાને પક્ષે જવાબદારી સોંપી હતી.

પાર્ટીએ બનાસકાંઠા, મહેસાણા, જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લાના મંડલ પ્રમુખોની યાદી જાહેર કરી છે. પ્રાંતિજ તાલુકા, પ્રાંતિજ શહેર, હિંમતનગર શહેર, હિંમતનગર તાલુકા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પોષીના, વડાલી, ઇડર, તલોદ અને વિજયનગરમાં મંડળ પ્રમુખની નિમણુક કરવામાં આવી હતી.