ભરૂચ:ઝઘડિયાની દુષ્કર્મની ઘટનાએ રાજ્યના લોકોની સંવેદના ઝંઝોળી દીધી છે. દિલ્લીના નિર્ભયાકાંડ જેવી ગુજરાતની આ  ઘટનાથી લોકોમાં આક્રોશ છે. દુષ્કર્મની  પીડિતાએ જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાઇ રહી છે અને આખરે તે જિંદગીની જંગ હારી ગઇ છે.  બાળકીએ હોસ્પિટલમાં સારવારના 8માં દિવસે દમ તોડ્યો.


સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ઝઘડિયામાં 16 ડિસેમ્બરે બનેલીએ  ઘટનાએ આખા રાજ્યમાં ચકચાર મચાવી છે. 16 ડિસેમ્બરની બપોરે  પાડોશમાં રહેતો યુવાન 10 વર્ષીય સગીરાને અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. જયાં બાળકી સાથે તેમણે દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ તેણે ક્રૂરતાની હદ વટાવતા માસૂમના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડી દીધો હતો.  સમગ્ર ઘટનાની જાણ થતાં બાળકીને તાબડતોબ ભરૂચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બાદ સ્થિતિમાં કોઇ સુધાર ન થતાં તેને વડોદરા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. માસૂમ પર દુષ્કર્મ અને ત્યારબાદ તેના મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો  છે.


બાળકીને લગભગ 8 દિવસથી હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવી  હતી. ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડ્યો હોવાથી તેની ઇન્ટનલ પાર્ટસમાં પણ ભારે ગંભીર ઇજા પહોંચી હતી. આંતરડા સુધી  ઇન્ફેક્શન  પ્રસરી ગયું હતું.


દુષ્કર્મનો ભોગ બનેલી માસુમ બાળકીનું મોત થતા લોકોમાં ભારે રોષ છે. ભરૂચ રેલવે સ્ટેશન નજીક મહિલાઓએ મીણબત્તી પ્રગટાવીને પીડિતાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી અને  નરાધમ સામે  રોષ ઠાલવ્યો હતો. આરોપીને જાહેરમાં ફાંસી આપવાની મહિલાઓએ માંગણી કરી રહ્યાં છે.                                                                                                                         


ઝઘડીયાની દુષ્કર્મ પીડિત બાળકીનું મોત થતા પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગૃહ વિભાગ પર સવાલ ઉઠાવ્યાં છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 600થી વધુ દિકરીઓ  દુષ્કર્મની ભોગ  બની છે.


આ પણ વાંચો


PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?