અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની  પેટાચૂંટણીનાં પરીણામો જાહેર થાય તેની આગલી સાંજે  સોમવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે રાજ્યના જિલ્લા અને 7 મહાનગરોના સંગઠનમાં નવા પ્રમુખો નિમવાની જાહેરાત કરી લહતી.


સી.આર. પાટીલે જીતુ વાઘાણીની ટીમમાંથી માત્ર 6 પ્રમુખોને રીપીટ કર્યા છે. પાટીલ દ્વારા  રાજકોટ શહેર ઉપરાંત જૂનાગઢ, સાબરકાંઠા, કચ્છ, તાપી અને નર્મદા એમ પાંચ જિલ્લાના પ્રમુખ સહિત કુલ છ પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યા છે. પાટીલે નવા નિમેલા 39 શહેર-જિલ્લા પ્રમુખોમાંથી 33ને બદલી નાંખીને નવા ચહેરાને તક આપી છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મીરાણી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કિરીટ પટેલ, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જે.ડી. પટેલ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડો. જયરામ ગામિત અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે.