ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા અંદાજ પત્ર 2022-23 રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને જાહેરાત કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓના બાળકો માટે સરકાર ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ કરશે. શાળાએથી એક કી.મી. દૂર રહેતા બાળકોને આ યોજનાનો લાભ મળશે . સરકારે આવા 2 લાખ 30 હજાર બાળકો માટે કરી જોગવાઈ. બાળકોને શાળાએ લાવવા અને લઈ જવા માટે કરી જોગવાઈ. આ સુવિધા માટે આજના બજેટમાં રૂ. 108 કરોડની જોગવાઈ કરાઈ.


ધોરણ 10 અને 12ની વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોની પરીક્ષા ફી માફ. આજે રજૂ થયેલા બજેટમાં સરકારે ગૃહમાં કરી જાહેરાત. અંદાજિત 10 લાખ વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળશે લાભ. પરીક્ષા ફી માફ કરવા માટે સરકારે બજેટમાં રૂ. 37 કરોડની જોગવાઈ કરી.


નાણા મંત્રી દ્વારા 3 જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી હતી. બોટાદ, જામ ખંભાળીયા અને વેરાવળ ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. 


સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને ૧૦૦૦ દિવસ સુધી વિના મુલ્યે ૧ કિલો તુવેર દાળ, બે કિલો ચણા અને એક લીટર ખાદ્ય તેલ આપવામા આવશે. દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા નદી પર મોટા ચેકડેમો બનાવાશે. 94 કરોડની જોગવાઈ. કિશોરીઓ અને મહિલાઓને માસિક ધર્મ અંગે જાગૃતિ લાવવા સેનેટરી પેડ વિના મુલ્યે આપવા 45 કરોડની જોગવાઈ. 


એસ એસ જી હોસ્પિટલનું થશે આધુનિકરણ, ૩૦ કરોડની જોગવાઈ. તબીબી શિક્ષણ અને સંશોધન માટે મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના થશે. દુર્ગમ વિસ્તારો મા આરોગ્ય સેવાઓ માટે મોટર સાયકલ આધારિત ૫૦ મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરવા ૨ કરોડની જોગવાઈ.2 લાખ, 43 હજાર 965 કરોડ નું વર્ષ 2022-23 નું બજેટ હશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે 1526 કરોડની જોગવાઈ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4782 કરોડ. આદિજાતિ વિભાગ માટે 2909 કરોડની જોગવાઈ. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 9048 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ વિભાગના 14,297 કરોડની જોગવાઈ. ઉદ્યોગ વિભાગ માટે 7030 કરોડની જોગવાઈ.  પ્રવાસન વિભાગ માટે 465 કરોડની જોગવાઈ.


વિજ્ઞાન અને પ્રૌધૌગીકી વિભાગ માટે 670 કરોડ જોગવાઈ. શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ માટે 1837 કરોડની જોગવાઈ. માર્ગ અને મકાન વિભાગ માટે 12,024 કરોડની જોગવાઈ. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1504 કરોડની જોગવાઈ. ઉર્જા વિભાગમા 15,568 કરોડની જોગવાઈ. આદિજાતિ વિકાસ માટે 2909 કરોડ ની બજેટમાં જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં 500 નવા મોબાઈટ ટાવર ઉભા કરાશે.


રાજ્યમાં 25 બિરસા મુંડા જ્ઞાનશીક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ શરૂ કરાશે....જ્યાં 50 હજાર વિધાર્થીઓ રહી શકશે જે માટે 45 કરોડ ની બજેટમાં જોગવાઈ. ગૌ શાળા અને પાંજરાપોળ ના નિભાવ અને જાળવણી માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની જાહેરાત. જે માટે 500 કરોડ ની જોગવાઈ. રખડતા પશુઓ અને નિરાધાર પશુઓના નિભાવ માટે 100 કરોડ ની જોગવાઈ. સાગરખેડુ ના હાઈસ્પિડ ડિઝલ વેટ રાહત યોજના માટે ૨૩૦ કરોડની જોગવાઈ.